Saturday, July 27, 2024
HomeIPLT20 વર્લ્ડકપમાં યુવરાજ સિંહને મળી નવી જવાબદારી, આ રોલમાં જોવા મળશે ઓલરાઉન્ડર

T20 વર્લ્ડકપમાં યુવરાજ સિંહને મળી નવી જવાબદારી, આ રોલમાં જોવા મળશે ઓલરાઉન્ડર


  • T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • ICCએ યુવરાજ સિંહને ખાસ જવાબદાર સોંપી
  • T20 વર્લ્ડકપમાટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરાયો

IPL 2024 વચ્ચે પણ ICC T20 વર્લ્ડકપની તૈયારીઓ ચાલુ છે. T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને વર્લ્ડકપ માટે નવી જવાબદારી સોંપવામાં આવી છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ICC T20 વર્લ્ડકપ 2007 અને ICC ODI વર્લ્ડકપ 2011 જીત્યો હતો, બંને વર્લ્ડ કપની ખાસ વાત એ હતી કે યુવરાજ સિંહને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હવે ICC T20 વર્લ્ડકપ 2024 પહેલા પણ યુવરાજ સિંહને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે.

યુવીએ 2007માં 6 સિક્સ ફટકારી હતી

ICCએ IPL 2024 દરમિયાન ભારતીય ક્રિકેટ ફેન્સને સારા સમાચાર આપ્યા છે. ICCએ ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે. યુવરાજ સિંહે ICC T20 વર્લ્ડકપ 2007માં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય યુવીએ ભારતીય ક્રિકેટમાં મોટું યોગદાન આપ્યું છે. યુવરાજની નિવૃત્તિ પછી, ચોથા સ્થાને બેટિંગ કરવા માટે ભારત આજ સુધી કોઈ સારો વિકલ્પ શોધી શક્યું નથી. ICCએ યુવરાજને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરીને તેનું સન્માન કર્યું છે.

ટીમ ઈન્ડિયા મેચ ક્યારે હશે? (ગ્રુપ મેચ)

  •  5 જૂન- ભારત વિ આયર્લેન્ડ, ન્યૂયોર્ક
  •  9 જૂન- ભારત વિ પાકિસ્તાન, ન્યૂયોર્ક
  •  12 જૂન- ભારત વિ યુએસએ, ન્યુયોર્ક
  • 15 જૂન- ભારત વિ કેનેડા, ફ્લોરિડા

T20 વર્લ્ડ કપ 2024ના તમામ જૂથો

  • ગ્રુપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.
  • ગ્રુપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.
  • ગ્રુપ C- ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, યુગાન્ડા, પાપા ન્યુ ગીની.
  • ગ્રુપ D- દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments