Monday, July 1, 2024
HomeIPLRCB vs DC: કોહલીએ ઈશાંતને શા માટે માર્યો ધક્કો?IPLમાં પહેલીવાર થયું આવું

RCB vs DC: કોહલીએ ઈશાંતને શા માટે માર્યો ધક્કો?IPLમાં પહેલીવાર થયું આવું

[ad_1]

  • કોહલી-ઈશાંતની ટક્કરને લઈને ફેન્સમાં ચર્ચા
  • ઈનિંગન ચોથા બોલ પર ઈશાંત શર્માએ કોહલીને કર્યો આઉટ
  • ઈશાંતે મજાકમાં કોહલીને માર્યો ધક્કો, કોહલી પણ હસીને પહોંચ્યો પેવેલિયન

સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ IPLની 62મી મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. એવું લાગી રહ્યું હતું કે કોહલી ફરી એકવાર મોટી ઇનિંગ રમશે પરંતુ એવું થયું નહીં. તે ચોથી ઓવરના ચોથા બોલ પર અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માના હાથે ફસાઈ ગયો હતો. તે 13 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સરની મદદથી માત્ર 27 રન જ બનાવી શક્યો હતો. ઈશાંતે ઓફ સ્ટમ્પની બહાર એક લેન્થ બોલ ફેંક્યો, જેના પર કોહલીએ બેટ બ્લોક કરી દીધું અને વિકેટકીપર અભિષેક પોરેલના હાથે કેચ થયો. કોહલીના આઉટ થતાં જ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ હતી.

IPLમાં પ્રથમ વખત મિત્ર કોહલીને આઉટ કરીને ઈશાંત ખુશ

તે જ સમયે, ઈશાંતની ખુશીની કોઈ સીમા ન હતી કારણ કે તેણે IPLમાં પ્રથમ વખત તેના મિત્ર કોહલીને આઉટ કર્યો હતો. તેણે મજાકમાં કોહલીને હળવેથી ધક્કો માર્યો. પેવેલિયન પરત ફરતી વખતે કોહલી પણ હસતો જોવા મળ્યો હતો. આઉટ થતા પહેલા કોહલીએ ઈશાંતની ઓવરના પહેલા બે બોલ પર સિક્સર ફટકારી હતી.  ફેન્સ બંનેની બોન્ડિંગના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “જ્યારે કોઈ મિત્ર વિરોધી ટીમમાં હોય છે, ત્યારે આવો સીન જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કોહલી અને ઈશાંત દિલ્હીના રહેવાસી છે.” બંને લાંબા સમયથી સાથે ક્રિકેટ રમ્યા છે. કોહલી અને ઈશાંત અંડર-17 દિવસથી મિત્રો છે. બંને 2008થી આઈપીએલમાં રમી રહ્યા છે.

IPLમાં વિરાટ કોહલી vs ઈશાંત શર્મા

ઈનિંગ્સ : 11

રન : 112

બોલ્સ : 76

આઉટ : 1

સ્ટ્રાઈક રેટ : 147.36

ફોર / સિક્સ : 12/5

દિલ્હીએ RCB સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. આરસીબીને પહેલો ફટકો ત્રીજી ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (6)ના રૂપમાં લાગ્યો હતો. તેણે કોહલી સાથે પ્રથમ વિકેટ માટે 23 રનની ભાગીદારી કરી હતી. નોંધનીય છે કે કોહલીની આ 250મી આઈપીએલ મેચ હતી. તે શરૂઆતથી જ આરસીબીનો ભાગ રહ્યો છે. IPLમાં એક ફ્રેન્ચાઈઝી માટે આટલી બધી મેચ રમનાર કોહલી એકમાત્ર ખેલાડી છે. IPLમાં 250 કે તેથી વધુ મેચ રમનાર કોહલી ચોથો ખેલાડી બની ગયો છે. એમએસ ધોની (263) સૌથી વધુ આઈપીએલ મેચ રમનાર ખેલાડી છે. આ યાદીમાં તેના પછી રોહિત શર્મા (256) અને દિનેશ કાર્તિક (255) છે.

[ad_2]

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments