Monday, July 1, 2024
HomeBUSINESSભારતીય રેલવેએ મુસાફરોને આપી ખુશખબરી, સાબરમતી-હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવેએ મુસાફરોને આપી ખુશખબરી, સાબરમતી-હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન

[ad_1]

  • ભારતીય રેલવેએ સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો
  • મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય
  • સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉનાળાના વેકેશનને કારણે ટ્રેનોમાં ઘણી ભીડ છે જેથી મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે ભારતીય રેલવેએ સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. અમે તમને તે તમામ ટ્રેનોની યાદી અને વિગતો આપી રહ્યા છીએ જેથી કરીને તમારા માટે મુસાફરી કરવી અનુકૂળ બને.
ટ્રેન માહિતી
ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (કુલ 8 ટ્રીપ)
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી 14,17,20 અને 23 મેના રોજ 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ હરિદ્વારથી 15,18,21 અને 24 મેના રોજ 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.
આ રૂટ પરથી ટ્રેન પસાર થશે
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ, નીમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હીથી પસાર થાય છે. ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
આ રીતે બુકિંગ કરાવો
ટ્રેન નંબર 09425નું બુકિંગ 11 મેથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી ચકાસી શકે છે.

[ad_2]

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments