Tuesday, June 25, 2024
HomeGUJARATAhmedabad: રેલવેમાં ગેરકાયદે હેરફેર થતાં પકડાયેલા 13 કિલો સોનાના જથ્થા પર GST

Ahmedabad: રેલવેમાં ગેરકાયદે હેરફેર થતાં પકડાયેલા 13 કિલો સોનાના જથ્થા પર GST

[ad_1]

  • GSTએ મેટ્રો કોર્ટમાં 77થી વધુ અરજીઓ કરી, કોર્ટે રેલવેને નોટિસ પાઠવી
  • મોટાભાગે આંગડિયા પેઢીઓ મારફતે સોનું હેરફેર થતું હોવાથી આ પેઢીઓનેય નોટિસ
  • પાર્સલમાં મોકલેલા સોનામાં કોઈ જીએસટી ભરાયુ નથી

રેલવે પોલીસે તાજેતરમાં જ વિવિધ ટ્રેનોમાં આંગડિયા પેઢીઓ દ્વારા ગેરકાયદે હેરફેર થતું 13 કિલોગ્રામ જેટલું સોનું પકડી પાડયુ હતુ.તેનો કબજો જીએસટી વિભાગને સોંપતા હવે વિભાગે આવા જુદા જુદા 77 કેસમાં સોનાના વ્યવહારોના મૂળ સુધી પહોંચી ચૂકવવાપાત્ર થતા વેરાનું પગેરું મેળવી તેની વસૂલાત કરવા શહેરની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી છે. જેમાં કોર્ટે રેલવે પોલીસ અને વિવિધ આંગડિયા પેઢીઓને નોટિસો કાઢીને આગામી દિવસોમાં સુનાવણી નિશ્ચિત કરી છે. જીએસટીના ખાસ એડવોકેટ ઈમરાન પઠાણે કોર્ટને જણાવ્યુ હતુ કે, વિવિધ આંગડિયા પેઢીઓ દ્વારા પાર્સલમાં સોનું મોકલ્યુ હતુ. જેમાં અમદાવાદ રેલ્વે પોલીસે આંગડિયા પેઢીની તપાસ કરતા માલુમ પડયુ હતુ કે, પાર્સલમાં મોકલેલા સોનામાં કોઈ જીએસટી ભરાયુ નથી.જેથી રેલ્વે પોલીસે પંચનામું કરીને સોનું કબજે કર્યુ હતુ. આ અંગે રેલવે પોલીસે જીએસટી વિભાગને જાણ કરી હતી. જીએસટી વિભાગએ અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે, પકડાયેલા સોના પેટે કુલ 7.80 કરોડ જેટલો જીએસટી મેળવાનો છે. જયા સુધી આંગડિયા પેઢીના સંચાલકો જીએસટીના ભરે ત્યાં રેલ્વે પોલીસે કબજે કરેલ સોનાનો કબજો જીએસટી વિભાગનો સોંપવો જોઈએ. જેમાં કોર્ટે રેલવે પોલીસ અને વિવિધ આંગડિયા પેઢીના સંચાલકો સામે કારણ દર્શક નોટિસો કાઢી છે.

રેલવે પોલીસે જીએસટીને શું પત્ર લખ્યો

સોનાના જથ્થાનું રેલવે પોલીસે પંચનામું કરીને જીએસટી વિભાગને જાણ કરી હતી.જેમાં કહ્યું હતું કે, જીએસટીના કાયદાની જોગવાઈ મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ કરચોરીના હેતુસર વહન થતુ હોવાનું જણાઈ આવે છે. વગર બીલથી સોનાની હેરાફેરી કરવા બદલ જીએસટી એકટની વિવિધ કલમોનો ભંગ થાય છે અને તે કાયદા હેઠળ આવો મુદ્દામાલ કાયદેસર રીતે ડીટેન અને સીઝ થવાને પાત્ર છે. આ મુદ્દામાલ અંગે જીએસટી ડીપોર્ટમેન્ટ દ્વારા જીએસટી એકટની કલમ 130 હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે.

આંગડિયા પેઢીના પાપે ગ્રાહકોનું 13 કિલો સોનું ફસાઈ પડયું

જ્યારે પણ કોઈ વ્યક્તિ કે વેપારી આંગડિયા પેઢી મારફતે સોનું મોકલે છે ત્યારે આંગડિયાવાળા જીએસટી સાથે જ ચાર્જ વસૂલીને બિલ બનાવે છે. આમ, સોનું મોકલનાર દરેક જીએસટી તો ભરે જ છે. પરંતુ આ વસૂલેલો જીએસટી આંગડિયાવાળા સરકારમાં જમા જ કરાવતા ન હોવાનું ધ્યાને આવ્યું છે.

[ad_2]

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments