Tuesday, June 25, 2024
HomeIPLCSK vs RR: રવિન્દ્ર જાડેજા વિચિત્ર રીતે થયો આઉટ, જાણો સમગ્ર મામલો

CSK vs RR: રવિન્દ્ર જાડેજા વિચિત્ર રીતે થયો આઉટ, જાણો સમગ્ર મામલો

[ad_1]

  • ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાનને 5 વિકેટે હરાવ્યું
  • જાડેજા ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરવા બદલ આઉટ
  • જાડેજા અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો હતો

ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રિયાન પરાગની 35 બોલમાં 47 રનની અણનમ ઈનિંગના આધારે 20 ઓવરમાં પાંચ વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 18.2 ઓવરમાં પાંચ વિકેટે 145 રન બનાવીને જીત નોંધાવી હતી. ચેન્નાઈ માટે કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 41 બોલમાં 42 રનની અણનમ ઈનિંગ રમી અને ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મેચ દરમિયાન CSK ઓલરાઉન્ડર વિચિત્ર રીતે આઉટ થયો હતો. જો કે ચેન્નાઈએ આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી.

જાડેજા ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો

વાસ્તવમાં જાડેજા ન તો કેચ આઉટ થયો કે ન તો બોલ્ડ. પરંતુ તે ફિલ્ડિંગમાં અવરોધ ઉભોવ કરવા બદલ આઉટ આપવામાં આવ્યો હતો. જોકે, તે અમ્પાયરના નિર્ણયથી નાખુશ જણાતો હતો. આ સાથે તે IPLમાં આ રીતે આઉટ થનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. અગાઉ યુસુફ પઠાણ અને અમિત મિશ્રાને આ રીતે આઉટ કરવામાં આવ્યા હતા. 2013 માં, યુસુફ રાંચીમાં પુણે વોરિયર્સ ઇન્ડિયા સામે અને 2019 માં, અમિત મિશ્રા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરવા માટે આઉટ થયો હતો.

જાડેજા અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો

જાડેજા 15મી ઓવરના 5માં બોલ પર આઉટ થયો હતો. આવેશ ખાનના બોલ પર જાડેજાએ 2 રન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામા છેડે ઉભેલા રૂતુરાજ ગાયકવાડે કોઈ રસ દાખવ્યો ન હતો અને જાડેજાને પરત મોકલી દીધો હતો. સંજુએ બોલ સ્ટમ્પ તરફ ફેંક્યો, પરંતુ આ દરમિયાન જાડેજા આઉટ ના થાય માટે જાણી જાઈને વિકેટની વચ્ચે દોડી રહ્યો હતો. થર્ડ અમ્પાયરે માન્યું કે જાડેજા બોલ જોઈ રહ્યો છે અને બોલ ક્યાં જઈ રહ્યો છે તે જાણતો હતો. જાડેજાએ જાણી જોઈને દિશા બદલી છે. તેથી તેને ફિલ્ડિંગમાં અવરોધ ઉભો કરવા બદલ આઉટ આપવામાં આવ્યો હતો.



[ad_2]

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments