Saturday, July 27, 2024
HomeIPLચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ માટે માઠા સમાચાર, ટીમનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ માટે માઠા સમાચાર, ટીમનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત


  • ટીમના સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થતા વધી ચિંતા
  • પગમાં ઈજાના કારણે મેદાન પર જોવા ન મળ્યા
  • સીએસકે 5 મેચમાંથી 3 મેચમાં જીત મેળવી ચૂક્યું છે

ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સનું સારું પ્રદર્શન જોવા મળ્યું છે. આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સે અત્યાર સુધી 5 મેચ રમી છે અને સાથે તેમાંથી 3માં જીત મેળવી ચૂક્યું છે. આ સાથે 2 મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. સીએસકેએ આ સીઝનની પાંચમી મેચ કોલકત્તાની ટીમની સામે રમી. તેમાં તેમને જીત મળી. પણ આ સાથે ટીમ મેચના સમયે સીએસકેનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

સીએસકેનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

આઈપીએલ 2024ની વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સનું ટેન્શન વધ્યું છે. સીએસકેના દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણે ઈજાગ્રસ્ત થયા છે. રહાણે કેકેઆરની સામે રમાયેલી મેચમાં પગમાં ખેંચાણની સમસ્યાના કારણે પરેશાન જોવા મળ્યા હતા. આ ઈજાના કારણે રહાણે વધારે સમય મેદાન પર જોવા મળ્યા નહીં. આ મેચમાં વધારે સમય તેઓ મેદાનની બહાર રહ્યા અને તેના કારણે બેટિંગ કરવા આવી શક્યા નહીં. રહાણે ટીમના ખાસ ખેલાડીમાંથી એક છે. એવામાં તેમનું ઈજાગ્રસ્ત થવું ટીમ માટે નુકસાનીની વાત માનવામાં આવી રહી છે.

આઈપીએલમાં રહાણેનું કેવું રહ્યું છે પરફોર્મન્સ

અજિંક્ય રહાણેએ સીઝનમાં 5 મેચ રમી છે. આ સમયે તેઓએ 29.75ની સરેરાશથી 130.77ના સ્ટ્રાઈક રેટથી 119 રન બનાવ્યા છે. આઈપીએલમાં તે અત્યારસુધી કુલ 177 મેચ રમી ચૂક્યા છે. આ મેચમાં અજિંક્યએ 30.95ની સરેરાશથી 4519 રન બનાવ્યા છે. જેમાં તે 2 શતક અને 30 અર્ધશતક બનાવી ચૂક્યા છે.

સીએસકેએ કેકેઆરને 7 વિકેટે હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સે કેકેઆરની સામે રમાયેલી આ મેચમાં કમાલનું પ્રદર્શન કર્યું છે. આ મેચમાં કેકેઆરની ટીમ પહેલા બેટિંગ કરવા આવી હતી. પણ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 137 રન બનાવી શકી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે આ ટારગેટને 3 વિકેટના નુકસાને મેળવ્યો હતો. સીએસકેને માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બોલ પર નાબાદ 67 રનની ઈનિંગ રમી હતી.  



Source link

- Advertisment -

Most Popular

Recent Comments