Banas Medical College

Banas Dairy Banas Medical College
Banas Dairy Banas Medical College

Banas Medical College

Banas Dairy સંચાલિત Banas Medical College દ્વારા “મેમોગ્રાફી વાન” દ્વારા નવીન પહેલ.”જનસેવા એજ પ્રભુસેવા” ના મંત્રને સાકાર કરવા માટે નવી પહેલ કરવામો આવેલ છે 

 

Banas Medical College નિઃશુલ્ક મેમોગ્રાફી વાન શરૂ કરી, હવે મહિલાઓને ઘર આંગણે સારવાર મળશે

Banas Medical College

 
બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે એડવાન્સ લાઈફ સપોર્ટવાન (મેમોગ્રાફી વાન)નો લોકાર્પણ કરાયુ હતું. જેનો રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે.

એક કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી

Banas Medical College

બનાસકાંઠા જિલ્લાની માતા, બહેનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને બનાસ ડેરી દ્વારા સ્તન કેન્સર ચકાસણી માટે “મેમોગ્રાફી વાન” દ્વારા નવીન પહેલ. |
“જનસેવા એજ પ્રભુસેવા” ના મંત્રને સાકાર કરવા માટે બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજ દ્વારા બનાસકાંઠા જિલ્લાની મહિલાઓના સ્તન કેન્સરની ચકાસણી કરી જરૂરી આરોગ્ય સારવાર આપવાના અભિગમ સાથે રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે નવીનતમ હાઇટેક મશીનનો ઉપયોગ કરીને મેમોગ્રાફી વાન તૈયાર કરવામાં આવી છે, જે બનાસકાંઠા જિલ્લાના ગામેગામ ફરશે.

આજે ચેરમેન શ્રી shankarbhai chaudhary ના શુભહસ્તે આ મેમોગ્રાફી વાન સેવામાં મુકવામાં આવી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી અને ચેરમેન શ્રી શંકરભાઈના નેતૃત્વમાં આપણા જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ એવી મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ થઇ છે. “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત” ની પરિકલ્પનાને પરિપૂર્ણ કરવા ચેરમેનશ્રીના નેતૃત્વમાં બનાસ ડેરી સતત પ્રયાસ કરી રહી છે. ઘર આંગણે આરોગ્ય સારવાર આપવાનાં ઉદેશ્ય સાથે આ મેમોગ્રાફી વાન જિલ્લાના ગામેગામ ફરીને નિષ્ણાત ડોક્ટરશ્રીઓ મદદથી સંપૂર્ણ મહિલા સ્ટાફ સાથે સ્તન કેન્સરની ચકાસણી કરવામાં આવશે, શ્રેષ્ઠ સારવાર અપાશે. |

ચેરમેન શ્રી shankarbhai chaudhary એ જણાવ્યું હતું કે આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતાં પણ શરમ સંકોચ અનુભવતા હોય છે. જેના લીધે વહેલું નિદાન ન થઈ શકતાં માતા બહેનોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ પરિસ્થિતિ ન સર્જાય એ માટે આ મેમોગ્રાફીવાન જિલ્લાના રણવિસ્તાર, આદિવાસી વિસ્તાર અને તમામ ગામડાઓમાં ફરશે અને તેનું સચોટ નિદાન કરશે. |

Banas Dairy Banas Medical College

Banas Dairy Banas Medical College

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *