Tuesday, June 25, 2024
HomeGUJARATAmreli News: AAPના નેતાના પુત્ર સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

Amreli News: AAPના નેતાના પુત્ર સામે યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

[ad_1]

  • બગસરા AAP આગેવાનના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ
  • 15 વર્ષ દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
  • હરેશ સતાસિયા સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

અમરેલી જિલ્લાના AAPના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ મુજબ, બગસરાની એક યુવતી સાથે AAP નેતાના પુત્રે અલગ અલગ જગ્યાએ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસે AAP નેતા, તેમના 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારમાં લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ

અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા બેઠકના વર્ષ 2022ના AAP ઉમેદવાર કાંતિ સતાસિયાના પુત્ર હરેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોપ છે કે, બગસરાની એક યુવતી સાથે AAP નેતાના પુત્ર હરેશ સતાસિયાએ બગસરાના જાંજરિયા ગામ સહિત અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની સગાઈ તોડાવીને કારમાં લઈને છરીની અણીએ AAP નેતા પુત્રે દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદમાં બગસરા apmc ના પૂર્વ ચેરમેન અને AAP ના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયાએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.

AAP નેતા, 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ

આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં AAP નેતા કાંતિ સતાસિયા. તેમના 2 પુત્ર અને પુત્રવધૂ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અમરેલી જિલ્લામાં AAP નેતા અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

[ad_2]

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments