Sunday, July 14, 2024
HomeBUSINESSUtility News: શું ઘરમાં વાપરી શકાય કોર્મશિયલ ગેસ સિલિન્ડર? જાણી લો નિયમ

Utility News: શું ઘરમાં વાપરી શકાય કોર્મશિયલ ગેસ સિલિન્ડર? જાણી લો નિયમ


  • હવે તો ગામડાઓમાં પણ આવી ગયા ગેસ સિલિન્ડર
  • ઘરેલુ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડરને ઘરમાં વાપરી શકાય ?

વર્ષ 2021માં જાહેર કરાયેલા આંકડા અનુસાર ભારતમાં દરરોજ અંદાજે 47.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડરનો વપરાશ થાય છે. જો કે ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેનો ઉપયોગ ઘણો વધ્યો છે. હવે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરીને ભોજન ન બનતું હોય. હવે ગામડાઓમાં પણ ગેસ સિલિન્ડરનો મોટાપાયે ઉપયોગ થાય છે.

બે પ્રકારના ગેસ સિલિન્ડર હોય છે એક ઘરેલુ અને બીજુ કોમર્શિયલ. ત્યારે શું તમને કદી સવાલ થયો કે ઘરમાં કોમર્શિયલ ગેસ વાપરી શકાય કે નહી? આવો જાણીએ બંને ગેસ સિલિન્ડર વચ્ચે શું છે તફાવત.

  • કોઈપણ વ્યક્તિ પોતાના ઘરેલુ ગેસ કનેક્શન પર એક વર્ષમાં 15 જેટલા સિલિન્ડર ભરી શકે છે. પરંતુ તેમાંથી 12 સિલિન્ડર સબસિડીવાળા હશે.
  • ઘરેલું ગેસ કનેક્શનનો ઉપયોગ ઘરેલું હેતુ માટે થાય છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કોમર્શિયલ ઈવેન્ટ્સ અને સ્થળોએ થાય છે.
  • કોર્મશિયલ ગેસ સિલિન્ડરો ઘરેલું ગેસ સિલિન્ડરોથી અલગ છે. તેમની કિંમત પણ ઊંચી હોય છે. કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે તમારે કોમર્શિયલ ગેસ કનેક્શન લેવું પડશે.


ઘરમાં કોમર્શિયલ ગેસ વાપરો તો શું થાય ?

ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે લોકો ઘરમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. જે ગેરકાયદેસર છે. ઘરે ગેસનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત ઘરેલું ગેસ કનેક્શન લેવું પડશે. પરંતુ તેમ જો તમે ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યવસાયિક રીતે ઉપયોગ કરો છો, તો પણ તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. એટલે કે તમે તમારા ઘરના સિલિન્ડરનો ઉપયોગ હોટલ કે રેસ્ટોરન્ટમાં નહીં કરી શકો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments