Tuesday, July 23, 2024
HomeGUJARATAhmedabadમાં ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, ગુજરાત હવે 5G નહીં 6G મોડેલ તરફ

Ahmedabadમાં ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, ગુજરાત હવે 5G નહીં 6G મોડેલ તરફ


  • ગરવુ, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ સાથે હવે ગુણવત્તા ગુજરાત
  • ગુણવત્તા સંકલ્પનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની પહેલને વધારવા અને સમર્થન આપવાનો
  • ગુજરાતે 5G મોડલ હેઠળ વિકસિત ગુજરાતના નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો છેઃ CM

અમદાવાદમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનું મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષકામાં ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ છે. જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)ની પહેલ છે, જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ગુણવત્તા તરફ

ગુજરાત ગુણવત્તા સંકલ્પનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત હસ્તક્ષેપ દ્વારા રાજ્ય સરકારની પહેલને વધારવા અને સમર્થન આપવાનો છે. પાયાના સ્તરે ગુણવત્તા સ્થાપિત કરીને અમૃત કાલમાં વિકસિત ગુજરાત માટે સર્વગ્રાહી ગુણવત્તાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. આ પહેલનો હેતુ રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્ય સંભાળ, ઈ-કોમર્સ, ઉદ્યોગ અને MSME, પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત સાથે સામાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણોને ફરીથી નિર્ધારિત કરવાનો છે.

ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદ્ધાટન સત્રને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલા ભારતમાં ગુણવત્તા શબ્દને મોટા ભાગે અવગણવામાં આવતો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ગુણવત્તા તરફ આગળ વધી રહ્યો છે. વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મેક ઇન ઇન્ડિયા હોય, ડિજિટલ ઈન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારત હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધરેલ દરેક ચળવળમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. અમે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે તેને વિકાસનો પાયો બનાવવામાં 100 ટકા સફળતા પ્રાપ્ત કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે 5G મોડલ હેઠળ વિકસિત ગુજરાતના નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો છે. જેનો અર્થ છે ગરવુ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ચાલો આપણે આ 5G ગુજરાત મોડલમાં વધુ એક G ઉમેરીએ જે ‘ગુણવત્તા’ માટે વપરાય છે.

અમદાવાદ ગુજરાત ગુણવત્તા સંકલ્પ સાથે ક્વોલિટી માર્ચ કરશે શરૂ

QCIના ચેરપર્સન જક્ષય શાહે તેમના સંબોધનમાં કહ્યું કે, ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહની શરૂઆત અમદાવાદથી થઇ હતી અને ગુજરાત ગુણવત્તા સંકલ્પ સાથે ક્વોલિટી માર્ચ પણ અમદાવાદ શહેરમાંથી શરૂ થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ મારું શહેર છે, જ્યાં મેં ગુણવત્તાની મૂળભૂત બાબતો શીખી હતી. આજે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે હું અમદાવાદમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું આયોજન કરતા અત્યંત ગર્વની લાગણી અનુભવી રહ્યો છું.

QCIના ચેરપર્સને વધુમાં કહ્યું કે, દરેક ભારતીય માટે જીવનની ગુણવત્તા વધારવાના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે સંકલિત આ સંકલ્પનો હેતુ ગુજરાતમાં જીવન, આજીવિકા અને ઉદ્યોગના દરેક પાસાઓમાં ગુણવત્તાના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરવાનો છે. સાથે મળીને અમે ગુણવત્તા અને ઉત્કૃષ્ટતામાં નવા માપદંડો સ્થાપિત કરીશું. જેનાથી ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવીશું. આ માત્ર પ્રતિબદ્ધતા નથી, પરંતુ તમામ ગૌરવવંતા ગુજરાતીઓ માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય તરફની એક ચળવળ છે.

ગુજરાત અને સમગ્ર દેશમાં ગુણવત્તા ક્રાંતિની શરૂઆત

ગુજરાત ગુણવત્તા સંકલ્પ QCIના મહાસચિવ ચક્રવર્તી ટી કન્નને જણાવ્યું હતું કે, આ પરિવર્તન માત્ર ધોરણો વિશે નથી, પરંતુ સમાજના દરેક પાસાઓમાં પ્રસરતી ગુણવત્તાયુક્ત સંસ્કૃતિના નિર્માણ વિશે અને ગુણવત્તાની શ્રેષ્ઠતાને વિકાસની કરોડરજ્જુ બનાવે છે. જે રીતે હરિયાળી ક્રાંતિએ ભારતીય કૃષિમાં પરિવર્તન લાવ્યું તે જ રીતે આ દિવસ ગુજરાત અને સમગ્ર દેશમાં ગુણવત્તા ક્રાંતિની શરૂઆત કરશે. અમે માત્ર યાત્રા શરૂ કરવા માટે જ નહીં, પરંતુ તેને હાંસલ કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.

ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમાં મહામુભાવો રહ્યા હાજર

આ કાર્યક્રમમાં ગુજરાતના ઉદ્યોગ સચિવ એસ.જે.હૈદર, ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠોડ, QCIના મુખ્ય સલાહકાર હેમગૌરી ભંડારી, ASSOCHAM ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ ચિંતન ઠાકર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પ્રમુખ અજય પટેલ, CREDAIના પ્રમુખ શેખર પટેલ, FICCI ગુજરાત રાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધી અને એસ્ટ્રલ લિમિટેડના સ્થાપક CMD સંદિપ એન્જિનિયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમમાં ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો

આ કાર્યક્રમમાં ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ્ય, પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ, ઉદ્યોગ અને MSMEનું ભાવિ, લક્ષ્યાંકિત મૂલ્યવૃદ્ધિ દ્વારા ઈ-કોમર્સનું પરિવર્તન, ગુજરાતને પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત માટે વૈશ્વિક હબ બનાવવા, સફળતાના પરિણામ તરીકે જીવનની ગુણવત્તા અને રાજ્યનો ક્વોલિટી રોડમેપ સહિતના સત્રો થયા હતા. આ કાર્યક્રમમાં મંત્રીઓ અને અમલદારો સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

QCIની સ્થાપના કેન્દ્ર સરકાર અને ઉદ્યોગના સમર્થન સાથે સ્વસંત્ર સ્વાયત્ત સંસ્થા તરીકે PPP મોડલ પર માન્યતા માટે રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જેનું પ્રતિનિધિત્વ ત્રણ અગ્રણી ઉદ્યોગ સંગઠનો ASSOCHAM, CII અને FICCI દ્વારા કરવામાં આવ્યું છે. QCIની સ્થાપના ઉત્પાદનો, સેવાઓ અને પ્રક્રિયાઓના સ્વતંત્ર થર્ડ પાર્ટી મૂલ્યાંકન માટે એક મિકેનિઝમ બનાવવા માટે કરવામાં આવી છે અને શિક્ષણ આરોગ્ય સંભાળ, પર્યાવરણ સંરક્ષણ, શાસન, સામાજિક ક્ષેત્રે ગુણવત્તાના ધોરણોના પ્રચાર અને પાલન કરવામાં રાષ્ટ્રીય સ્તરે મુખ્ય ભૂમિકા ભજવે છે. સામાજિક ક્ષેત્રે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રો કે જે લોકોના જીવનની ગુણવત્તા અને સુખાકારીને સુધારવામાં નોંધપાત્ર અસર કરે છે.

ભારતમાં ગુણવત્તાયુક્ત ચળવળમાં એકીકૃત કરવા ઉદ્દેશ્યો

ગુણવત્તા સંકલ્પ એ એક લક્ષિત રાજ્ય જોડાણની પહેલ છે. જેમાં QCI તેમની વૃદ્ધિ વાર્તાને સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત ચળવળમાં એકીકૃત કરવા તેમજ વિકાસલક્ષી ઉદ્દેશ્યોમાં મદદ કરવા માટે રાજ્યો સાથે સહયોગ કરે છે. તે સરકાર અને ઉદ્યોગમાં હિતધારકોને એકસાથે લાવે છે, સમૃદ્ધ ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે અને અડચણો દૂર કરે છે, કાર્યક્ષમ લક્ષ્યોને ઓળખવા અને ગુણવત્તાની ઇકોસિસ્ટમ બનાવવા માટે રાજ્યલક્ષી રોડમેપ બનાવે છે. ગુણવત્તા સંકલ્પની આ પાંચમી આવૃત્તી હતી. અગાઉ ઉત્તર પ્રદેશ, આસામ, ઓડિશા અને આંધપ્રદેશમાં યોજાઇ ચૂક્યો છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments