Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness: યોજનામાં વિલંબ માટે હવે મંત્રાલયોએ કારણો રજૂ કરવા પડે તેવી શક્યતા

Business: યોજનામાં વિલંબ માટે હવે મંત્રાલયોએ કારણો રજૂ કરવા પડે તેવી શક્યતા


  • યોજનાનો ખર્ચ 15 ટકાથી વધી જશે તો વિલંબના કારણો આપવા પડશે
  • નવી પ્રથાને ફરજિયાત બનાવવા હાલ સરકાર દ્વારા બનાવાઈ રહેલા નિયમો
  • 1,873 ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓમાંથી 449 યોજનાઓ પડતરમાં વધારાથી ગ્રસ્ત છે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મૂળ અંદાજ કરતાં ખર્ચ જો 15 ટકાથી વધી જશે તો યોજના પૂર્ણ કરવામાં થતાં વિલંબના કારણો અંગે મંત્રાલયો અને વિભાગોએ ખુલાસો કરવો પડશે.

સરકાર આ પ્રથાને ફરજિયાત બનાવવા હાલ વિવિધ નિયમોનું માળખું નક્કી કરવાની દિશામાં કાર્યરત છે. ખર્ચમાં બિનજરૂરી વધારા વિના પ્રોજેક્ટ્સ કાર્યક્ષમ રીતે ચલાવવામાં આવે છે કે નહીં તેની ખાતરી કરવા કઠોર કોસ્ટ નિગરાની દ્વારા મંત્રાલયો અને વિભાગોને યોજના અંગે વધુ જવાબદાર બનાવવા આ કવાયત હાથ ધરવામાં આવી છે.

1,873 ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓમાંથી 449 યોજનાઓ પડતરમાં વધારાથી ગ્રસ્ત છે. કોસ્ટમાં આ વધારો રૂ.5.01 લાખ કરોડ સુધીનો છે. માર્ચ 2024 સુધી 779 યોજનાઓમાં વિલંબ થયો હોવાનું જણાયું હતું, એમ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જણાવ્યું હતું. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓનો પ્રોજેક્ટ ખર્ચ રૂ.150 કરોડથી વધુ છે. વિલંબિત 779 યોજનાઓનો સરેરાશ સમય 36.04 મહિના હતો.

સરકારે યોજનાઓ સમયસર પૂર્ણ થઈ રહી છે કે, નહીં તેની પર દેખરેખને વધુ કડક બનાવવાની જરૂર છે, જેથી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય અને તેમાં વિલંબ ન થાય. છેલ્લા ઘણાં સમયથી મંત્રાલયો તરફથી સરકાર સમક્ષ યોજનાઓ માટે ફંડમાં વધારો કરવાની વિનંતીઓ કરવાના પ્રમાણમાં વધારો થયો હતો. જે માટે મંત્રાલયો તરફથી યોજનામાં વિલંબ થવાના નક્કર કારણો રજૂ કરાયા ન હતા તેમજ એવું પણ જણાવવામાં આવ્યું ન હતું કે, યોજના ચોક્કસ કયા સમયે પૂર્ણ થશે. યોજનામાં આવા વિલંબને હવે ટાળવાની જરૂર છે, કેમ કે, છેલ્લા બે બજેટમાં યોજનાઓમાં વિલંબને કારણે લગભગ રૂ.50,000 કરોડનો વધારાનો બોજો પડયો હતો. જેની પર પૂર્ણવિરામ અનિવાર્ય છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments