Wednesday, July 24, 2024
HomeGUJARATAnkleshwarમાં નોકરી માટે ભીડનો વાયરલ થયેલ વીડિયો મામલે ગૃહ રાજ્યમંત્રી કર્યુ ટ્વીટ

Ankleshwarમાં નોકરી માટે ભીડનો વાયરલ થયેલ વીડિયો મામલે ગૃહ રાજ્યમંત્રી કર્યુ ટ્વીટ


  • વોક ઈન ઈન્ટરવ્યૂમાં ઉમેદવારોની ભીડનો વીડિયો થયો વાયરલ
  • વાયરલ વીડિયોથી ગુજરાતને બદનાર કરવાના પ્રયાસ: હર્ષ સંધવી
  • વોક ઈન ઈન્ટરવ્યૂમાં હજારો ઉમેદવારો ઈન્ટરવ્યુ આપવા ઉમટ્યા

અંકલેશ્વરમાં વોક ઈન ઈન્ટરવ્યૂમાં નોકરી માટે ભીડ ઉમટવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ વાયરલ વીડિયો મામલે લખ્યુ કે, વાયરલ વીડિયોથી ગુજરાતને બદનાર કરવાના પ્રયાસ થઈ રહ્યો છે. કંપનીએ વોક ઇન ઈન્ટરવ્યૂ રાખ્યા હતા. પરંતુ ઈન્ટરવ્યૂની જાહેરાતમાં ખાલી જગ્યા મુદ્દે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે કંપનીને માત્ર અનુભવી લોકોની જરૂર હોવાનો ઉલ્લેખ હોવાથી તેઓની પાસે પહેલાથી જ નોકરી છે. આ વ્યક્તિઓ બેરોજગાર હોવાના દાવા પાયા વિહોણા છે.

વોક ઈન ઈન્ટરવ્યૂમાં ઉમેદવારોની ભીડનો વીડિયો થયો વાયરલ

અંકલેશ્વરનો વોક ઇન ઈન્ટરવ્યૂનો વાયરલ થયેલ વીડિયો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. કંપનીમાં નોકરી માટે ઘણી જગ્યાઓ હતી અને હજારો ઉમેદવારો ઈન્ટરવ્યુ આપવા આવ્યા હતા. જ્યાં ઈન્ટરવ્યૂ હતો ત્યાં મોટી સંખ્યામાં ઉમેદવારોની ભીડ ઉમટી હતી અને આ ભીડ એટલી વધી કે ઈન્ટરવ્યૂ માટે પડાપડી થઈ હતી. જેમાં ધક્કામુક્કી એટલી વધી કે ઈન્ટરવ્યૂ સ્થળે રેલિંગ તૂટી ગઈ હતી. કેનેડામાં ભારતીયો નોકરી માટે લાઈનમાં ઉભા હતા બિલકુલ તેવા જ દ્રશ્યો જોવા મળ્યા.

શું હતો સમગ્ર મામલો?

અંકલેશ્વરની થર્મેક્સ કેમિકલ કંપનીમાં વોક ઇન ઇન્ટરવ્યૂ યોજાયું હતું. કંપનીએ ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી અને યોગ્ય ઉમેદવારોને વોક ઇન ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. આ ઈન્ટરવ્યુમાં લગભગ 42 જેટલી જગ્યા ભરવાની હતી, પરંતુ આ ઈન્ટરવ્યૂ માટે 1800થી વધુ ઉમેદવાર ઉમટી પડ્યા હતા. જેના કારણે જે હોટલમાં ઈન્ટરવ્યૂનું યોજાયું હતું ત્યાં અવ્યવસ્થા ઉભી થઈ ગઈ હતી. ઉમેદવારીની ભીડના કારણે ધક્કામુક્કી થતા રેલિંગ તૂટી ગઇ અને ઉમેદવારો નીચે પટકાયા હતા. કંપનીના જવાબદારોએ આ ઘટના અંગે કાંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. હોટલ મેનેજરે કહ્યું કે, આયોજન કંપનીનું હતું અમે તો માત્ર જગ્યા આપી હતી.

ભરૂચ જિલ્લામાં GIDCમાં રોજગારીની સ્થિતિ

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયામાં 3 હજાર એકમ કાર્યરત હતા, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં અંદાજે 300 એકમો બંધ થતા લગભગ 12 હજાર જેટલા કર્મચારી બેરોજગાર થયા છે. હાલ 2650 જેટલા એકમ કાર્યરત છે. આ 2650 એકમમાંથી 55થી 60 હજાર લોકોને રોજગારી મળે છે. દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં 200 જેટલા એકમ કાર્યરત છે. જેમાં 35 હજાર જેટલા કર્મચારીને રોજગારી મળે છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments