Friday, July 19, 2024
HomeBUSINESSBusiness: 2024ના પ્રથમ છ મહિનામાં ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં 6.7અબજ ડોલરનો ઘટાડો

Business: 2024ના પ્રથમ છ મહિનામાં ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં 6.7અબજ ડોલરનો ઘટાડો


  • 2013ના વર્ષ પછી ગોલ્ડ ETF માટે સૌથી નબળું વર્ષ
  • પશ્ચિમના દેશોમાં 9.8 અબજ ડોલરના ઘટાડા સામે એશિયામાં 3 અબજ ડોલરનો વધારો
  • એશિયાના ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં સંબંધિત સમયગાળામાં 3 અબજ ડોલરનો વધારો થયો છે

કેલેન્ડર વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક સ્તરે ભૌતિક સોનાનું પીઠબળ ધરાવતા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ગોલ્ડ ઇટીએફ)ના કુલ હોલ્ડિંગમાં 6.7 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

એવી માહિતી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના એક તાજેતરના અહેવાલમાં આપવામાં આવી છે. વર્ષ 2013 પછી કોઇ પણ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં નોંધાયેલા આ સૌથી મોટો ઘટાડો છે. અહેવાલમાં જણાવાયા મુજબ સમીક્ષા હેઠળના સમયગાળામાં ગોલ્ડ ઇટીએફનું કુલ હોલ્ડિંગ 120 ટન એટલે કે 3.9 ટકા ઘટીને 3,105 ટન પર પહોંચ્યું છે.

ડબ્લ્યુજીસીના આ અહેવાલમાં આપવામાં આવેલી વિગતો અનુસાર એશિયાના ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં સંબંધિત સમયગાળામાં 3 અબજ ડોલરનો વધારો થયો છે, પરંતુ નોર્થ અમેરિકા અને યુરોપના ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં કુલ 9.8 અબજ ડોલરનો ઘટાડો થતાં એશિયાનો વધારો સરભર થઇ ગયા પછી પણ એકદંરે ઘટાડો નોંધાયો છે. પશ્ચિમના રોકાણકારોએ વ્યાજદરો ઊંચા હોવાના કારણે સોનાના ભાવમાં વધારો થયો તે પ્રત્યે અપેક્ષા મુજબ પ્રતિસાદ આપ્યો નથી. સામાન્ય રીતે સોનાના ભાવ વધે તેમાં મોટા ભાગે પશ્ચિમના રોકાણકારોનો પ્રવાહ જ મોટી ભૂમિકા ભજવતો હોય છે, પરંતુ આ વખતે એવું બન્યું નથી. બીજી તરફ આનાથી વિપરીત જઇને સોનાના ભાવ વધ્યા તે અનુસાર એશિયાના દેશોના રોકાણકારોએ વધુ રોકાણ કર્યું છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments