Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: RBIની નવી જોગવાઇને લીધે લોનલેનારા નાગરિકોને ફાયદો:વધારાનું વ્યાજ ચૂકવવું નહીં પડે

Business: RBIની નવી જોગવાઇને લીધે લોનલેનારા નાગરિકોને ફાયદો:વધારાનું વ્યાજ ચૂકવવું નહીં પડે


  • મોર્ગેજ લોન આપનારી બેન્કોને અયોગ્ય પદ્ધતિથી મોટી રકમનો ફાયદો થાય છે
  • કેટલીક NBFC લોન એગ્રીમેન્ટ કરવામાં 30થી 35 દિવસ લે છે, તે દરમિયાન વ્યાજ વસૂલે છે
  • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 29મી એપ્રિલના રોજ એક આદેશ જારી કરી તમામ ધિરાણ આપતી સંસ્થાઓને જણાવ્યું હતું

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઇ પણ લોન અંતર્ગત રકમની ચુકવણી કરવામાં આવે એ જ તારીખથી વ્યાજની ગણતરી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી જૂનના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વિવિધ બેંક અને નોન બેકિંગ ફાયનાન્સ કંપનીઓની નફાકારકતામાં મોટું ગાબડું પડે એવી સંભાવના છે. જોકે આ જોગવાઇથી લોન લેનારા નાગરિકોને ફાયદો થશે.

બેકિંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર કોઇ પણ નાગરિકની લોન મંજૂર કરવામાં આવે એ દિવસથી જ બેંકો વ્યાજની ગણતરી કરવાનું શરૂ કરી દેતી હોય છે. લોન મંજૂર થયા પછી ચેક મળે, લોન લેનાર આ ચેક જમા કરાવે અને તેના ખાતામાં રકમ જમા થાય તેમાં થોડા દિવસો લાગતા હોય છે. આટલા દિવસોના વ્યાજ પેટે લોન આપનારી સંસ્થાને વ્યાજરૂપે કરોડો રૂપિયાની આવક થતી હોય છે, જે હવે બંધ થઇ જશે. ઉલ્લેખનીય છે બેંકિગ ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 29મી એપ્રિલના રોજ એક આદેશ જારી કરી તમામ ધિરાણ આપતી સંસ્થાઓને જણાવ્યું હતું કે લોન લેનારના ખાતામાં લોનની રકમ જમા થાય તે જ દિવસથી વ્યાજ ઉધારવામાં આવે. આ અગાઉ મધ્યસ્થ બેંક દ્વારા વિવિધ બેંકો તથા એનબીએફસીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે એવી બાબત ધ્યાન પર આવી હતી કે ધિરાણ આપતી કેટલી સંસ્થાઓ દ્વારા ગેરરિતી અપનાવી લોન મંજૂર થાય એ જ દિવસથી લોનધારકના ખાતામાં વ્યાજ ઉધારવાનું શરૂ કરી દેવામાં આવે છે. એક હાઉસિંગ ફાયનાન્સ કંપનીના સીઇઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ઘણી ધિરાણકર્તા સંસ્થાઓ લોન માટેનું એગ્રિમેન્ટ તૈયાર કરવામાં 30થી 35 દિવસ જેટલો સમયગાળો લેતી હોય છે અને આ એગ્રિમેન્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય તે પછી જ લોનધારકના ખાતામાં લોનની રકમ જમા કરવામાં આવે છે, પરંતુ લોનની રકમ પરનું વ્યાજ જે દિવસે લોન મંજૂર થાય એ જ દિવસથી શરૂ કરી દેવામાં આવે છે. આથી મોર્ગેજ લોન આપનારી કંપનીઓને આવી અયોગ્ય પદ્ધતિ અપનાવવાથી મોટી રકમનો ફાયદો થાય છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments