Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: ટોચની 500બ્રાન્ડ્સ પર બાર કોડ નહીં લગાડનારી કંપનીઓ પર તવાઇ આવશે

Business: ટોચની 500બ્રાન્ડ્સ પર બાર કોડ નહીં લગાડનારી કંપનીઓ પર તવાઇ આવશે


  • ભેળસેળયુક્ત કે નકલી દવાઓના દૂષણને ડામવા રેગ્યુલેટરીનો આદેશ
  • વ્યાપક પણે વપરાતી દવાઓ પર બારકોડ્સ લગાવવાની જોગવાઇ અમલી બનાવાઇ છે
  • આ જોગવાઇ ટોચની 300 મેડિકલ બ્રાન્ડ્સ માટે અમલી બનાવાઇ છે

ટોચની 300 મે.ડિકલ બ્રાન્ડ્સ પર બાર કોડ અથવા તો ક્યૂઆર કોડ નહીં લગાવનારી ફાર્મા કંપનીઓ સામે ડ્રગ્સ રેગ્યુલેટરિ ઓથોરિટી દ્વારા આકરાં પગલાં લેવામાં આવશે.

આ ઉપરાંત ઓથોરોટી દ્વારા નકલી અને ભેળસેળયુક્ત દવાઓના દુષણ સામે લડવા માટે પણ એક જોઇન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવનાર છે એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.

તાજેતરમાં જ ડ્રગ રેગ્યુલેટરની એક બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ રાજ્યોને પ્રોડક્ટ પર બારકોડ લગાવવાની જોગવાઇનો અમલ નહીં કરનારી ફાર્મા કંપનીઓ સામે કડક પગલાં લેવા આદેશ કર્યો છે. હાલમાં દેશમાં જે નકલી દવાનું દુષણ ફેલાયેલું છે તેને દુર કરવા માટે આ ઓથોરિટીએ ફાર્મા કંપનીઓ માટે તેમની પ્રોડક્ટ પર બારકોડ લગાવવા ફરજિયાત બનાવ્યા છે, કે જેથી આ બારકોડના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ, બેચ નંબર વગેરે જેવી માહિતી સરળતાપૂર્વક ઉપલબ્ધ બને. આ જોગવાઇ ટોચની 300 મેડિકલ બ્રાન્ડ્સ માટે અમલી બનાવાઇ છે, જેમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવાઓ જેવી કે એનાલજેસિક્સ, પેઇન રિલિવર્સ, એન્ટી પ્લેટેલેટ, વિટામીન સપ્લિમેન્ટ્સ, બ્લુડ સુગર ઘટાડતી દવાઓ અને ગર્ભનિરોધક દવાઓનો સમાવેશ થાય છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા આ જોગવાઇના અમલ માટે જે બ્રાન્ડ નક્કી કરવામાં આવી છે તેમાં ડોલો, સેરિડોન ફેબિફ્લુ, ઇકોસ્પ્રિન, લિમ્સી, સુમો, કેલપોલ, કોરેક્સ સિરપ, અનવોન્ટેડ 72 અને થાયરોનોરમનો સમાવેશ થાય છે. ફાર્મા ક્ષેત્રની રિસર્ચ સંસ્થાઓ દ્વારા વિવિધ બ્રાન્ડની દવાના વાર્ષિક ટર્નઓવરના આંકડા એકત્રિક કરવામાં આવ્યા હતા તેના આધારે આ બ્રાન્ડની પરખ કરીને તેમના પર આ જોગવાઇ અમલી બનાવવામાં આવી છે.

આ અગાઉ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ફાર્માસ્યુટિકલ વિભાગને 300 ડ્રગ્સની યાદી તૈયાર કરવા આદેશ આપ્યો હતો કે જેથી આ ડ્રગ્સ પર લાગુ કરવા માટેના નિયમોમાં જરૂરી સુધારા કરી શકાય. ઉલ્લેખનીય છે કે બ્રાન્ડ્સ પર લાગેલા ક્યુઆર કોડથી સંબંધિત ડ્રગ્સનું મૂળ ઉત્પાદનનું સ્થળ આસાનીથી જાણી શકાય છે અને તેમાં ભેળસેળ કરવામાં આવે કે બનાવટી ડ્રગ્સ ઉપલબ્ધ બનાવવામાં આવે એની શક્યતા ઘટાડી શકાય છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments