Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness: પાંચ વર્ષમાં પ્રોફિટ, M-કેપની સરખી ચાલ

Business: પાંચ વર્ષમાં પ્રોફિટ, M-કેપની સરખી ચાલ


  • હાલનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો નિફ્ટી માર્ચ 2025માં 26,000 પર ટ્રેડ કરી શકે
  • દરરોજ નવી ઊંચાઈ બનાવતા શેરો શું પોતાના ફન્ડામેન્ટલ્સને વટાવી ગયા છે? : ચર્ચાનો વિષય
  •  શું સ્ટોક્સ પોતાના ફન્ડામેન્ટલ્સને વટાવી ગયા છે અને આ મૂલ્યાંકન પર કમાણી ચાલુ રાખવી જોઈએ કે નહીં?

બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ દ્વારા લગભગ દરરોજ નવી નવી ઊંચાઈ બનાવવાનું અવિરત છે.

ત્યારે એક જોરદાર ચર્ચાએ જન્મ લીધો છે કે, શું સ્ટોક્સ પોતાના ફન્ડામેન્ટલ્સને વટાવી ગયા છે અને આ મૂલ્યાંકન પર કમાણી ચાલુ રાખવી જોઈએ કે નહીં? જો કે સમય જ બતાવશે કે, નિફ્ટી 50ના વર્તમાન વેલ્યૂએશન સાથે કમાણીમાં થઈ રહેલો સંભવિત વધારો સુસંગત છે કે નહીં. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ નાણાકીય વર્ષ 2023-24ની કમાણી લગભગ 25 ગણી છે. ભારતીય ઉદ્યોગોમાં નફા અને શેરની કિંમતમાં વધારો એક સાથે થયો છે. જે એ વાતને બળ આપે છે કે, બજારો કમાણી વૃદ્ધિના ગુલામ બની ગયા છે. નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં નિફ્ટી પ્રોફ્ટિનો વધારો સારો હતો. પણ અગાઉના વર્ષોમાં પ્રોફિટ ગ્રોથ તીવ્ર ન હતો.

નાણાકીય વર્ષ 1918-19 અને નાણાકીય વર્ષ 2023-24 વચ્ચે નિફ્ટી-50 કંપનીઓની કમાણીમાં કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) 18 ટકાના દરે વધારો થયો હતો, જે આ સમય દરમ્યાન બજાર મૂડીમાં વધારાને પ્રતિબિંબિત કરે છે. જે દર્શાવે છે કે, બજાર યોગ્ય વેલ્યુએશન પર ટ્રેડિંગ કરી રહ્યું છે. જો કે નાણાકીય વર્ષ 2023-24માં નિફ્ટીથી દર શેર દીઠ કમાણીનો આંક રૂ.989 છે. જો અર્ડીંનગ કમ્પાઉન્ડ 15 રહેશે અને વેલ્યુએશન પણ વર્તમાન સ્તરે રહેશે તો માર્ચ 2025 સુધી ઈન્ડેક્સ 26,000 પર ટ્રેડ કરશે. અલબત્ત અર્ડીંનગ ગ્રોથ અને વેલ્યુએશન માટે નિષ્ણાતો ભિન્ન અંદાજ ધરાવે છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments