Tuesday, July 16, 2024
HomeGUJARATGir Forestનું સૌંદર્ય વર્ષાઋતુમાં ખીલી ઉઠ્યું, વનરાજા મસ્તીના મૂડમાં

Gir Forestનું સૌંદર્ય વર્ષાઋતુમાં ખીલી ઉઠ્યું, વનરાજા મસ્તીના મૂડમાં


  • વનરાજી ખીલી ઉઠતા વનરાજ પણ મસ્તીના મૂડમાં
  • વનરાજાની મસ્તીના દ્રશ્યો આવ્યા સામે
  • ગીર જંગલે જાણે લીલી ચાદર ઓઢી તેવા દ્રશ્યો

ગુજરાતમાં વર્ષાઋતુમાં ગીર જંગલનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વનરાજી ખીલી ઉઠતા વનરાજ પણ મસ્તીના મૂડમાં જોવા મળ્યા છે. વનરાજોની મસ્તીના દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં ગીર જંગલે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે વીડિયોમાં સિંહ યુગલના મસ્તીભર્યા દ્રશ્યો સામે આવ્યા છે.

વરસાદના પગલે વન્ય પ્રાણીઓ પણ પ્રફુલ્લિત બન્યા

ગીર જંગલમાં વર્ષાઋતુમાં વનરાજોની મસ્તીના દ્રશ્યો સામે આવ્યા છે. ગીર જંગલમાં મેઘરાજાની મહેરના પગલે સર્વત્ર લીલોતરી છવાઈ છે. જેમાં ગીર જંગલે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો આહલાદક નજારો છવાયો છે. ગીરજંગલમાં વરસાદના પગલે વન્ય પ્રાણીઓ પણ પ્રફુલ્લિત બન્યા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય (જે “ગીરનું જંગલ” કે “સાસણ-ગીર” તરીકે પણ ઓળખાય છે) ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1,412 ચો.કી.મી. (258 ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને 1,153 ચો.કી.મી. અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉપરાંત પાણીયા અને મીતીયાળા વન્યજીવન અભયારણ્ય પણ ગીરના જ ભાગ ગણવામાં આવે છે, જેનો આ આંકડામાં સમાવેશ કરેલો નથી. આ ઉદ્યાન વેરાવળથી લગભગ43 કી.મી. ઈશાન (ઉત્તર-પૂર્વ)માં, તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે.

 1900ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા

આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે. ગીરનું જીવપારિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સાથે સરકારી વન વિભાગ, વન્યજીવન કાર્યકર્તાઓ અને સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓના સખત પ્રયત્નો દ્વારા રક્ષાયેલું છે. જુનાગઢના નવાબ દ્વારા સને 1900ની શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને “રક્ષિત” જાહેર કરાયેલા. આ પહેલ સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસતી શિકારની પ્રવૃતિને કારણે ત્યારે ફક્ત 15 જેટલી જ રહી ગઈ હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments