Tuesday, July 16, 2024
HomeGUJARATGandhinagar: કલોલમાં ફરી એકવાર કોલેરાનો કહેર, 4 કેસ નોંધાયા

Gandhinagar: કલોલમાં ફરી એકવાર કોલેરાનો કહેર, 4 કેસ નોંધાયા


  • ફરી એકવાર ગાંધીનગરના કલોલમાં કોલેરાનો કહેર જોવા મળ્યો
  • મહેન્દ્ર મીલની ચાલી અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાના કેસો
  • જિલ્લા કલેકટરે બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા

ગાંધીનગરના કલોલમાં ફરી એક વખત કોલેરાનો કહેર જોવા મળ્યો છે. શહેરના મહેન્દ્ર મીલની ચાલી વિસ્તાર અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાયા છે. બંને વિસ્તારમાંથી કોલેરાના 4 કેસ નોંધાયા છે અને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. હાલમાં જિલ્લા કલેક્ટર દ્વારા બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોલેરાનો કહેર ,ત્રણ મહિનામાં કોલેરાના 60 કેસ

ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં કોલેરાના 60 જેટલા કેસ નોંધાયા છે, જ્યારે બેથી ત્રણ જેટલા દર્દીના મોત થયા છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કોલેરાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોલેરાના વધુ કેસ સામે આવ્યા છે. મૃતકોમાં રાજકોટ, બનાસકાંઠાના દર્દી સામેલ છે, આ ઉપરાંત અન્ય એક દર્દી ગાંધીનગરના હોવાનું કહેવાઈ રહ્યું છે.

ચોમાસાની સિઝનમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે, આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગે તાજેતરમાં જ તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓ, સાધનો રાખવા આદેશ આપ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્યમાં ત્રણ મહિનામાં કોલેરના 60 જેટલા કેસ સામે આવ્યા છે. તબીબોના મતે કોલેરામાં જે તે દર્દીને ઝાડા-ઊલટી થાય છે, પાણીના અભાવે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે, જો યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો દર્દીનાં મોત થતા હોય છે. કોલેરા બેક્ટેરિયા ખરાબ ખોરાક અને ગંદા પાણીને કારણે ફેલાય છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments