Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: F & O કોન્ટ્રાક્ટ્સનું લઘુતમ-કદ 5લાખથી વધારી 30લાખ સુધી કરવા ભલામણ

Business: F & O કોન્ટ્રાક્ટ્સનું લઘુતમ-કદ 5લાખથી વધારી 30લાખ સુધી કરવા ભલામણ


  • ડેરિવેટિવ્સ વોલ્યુમમાં બેલગામ વધારા પર રોક લગાવવા વિવિધ સૂચનો
  • કોન્ટ્રાક્ટ સાઈઝમાં વધારો, સાપ્તાહિક એક્સ્પાયરીને મર્યાદિત કરવા જેવા બે મુખ્ય સૂચનો
  • જો આ બંને ભલામણો અમલમાં મૂકાશે તો ડેરિવેટિવ્સ ક્ષેત્રે રિટેલ રોકાણકારોની હિસ્સેદારી ઘટાડી શકાશે

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અંગેની વર્કિંગ કમિટિએ ભલામણ કરી છે કે, ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સનું લઘુત્તમ કદ વર્તમાનના સ્તર રૂ.પાંચ લાખથી વધારી રૂ.20 લાખથી રૂ.30 લાખ કરવામાં આવે.

સાપ્તાહિક ઓપ્શનન્સને પ્રતિ સપ્તાહ સ્ટોક એક્સચેન્જ દીઠ માત્ર એક એક્સ્પાયરી સુધી મર્યાદિત કરવા અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ માટે સ્ટ્રાઈક પ્રાઈસ સીમિત કરવાનું સૂચન કર્યું છે. જેથી ડેરિવેટિવ્સ વોલ્યૂમમાં બેલગામ વધારા પર રોક આવી શકે.

છેલ્લા કેટલાક સમયથી ડેરિવેટિવ્સ માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભૂમિકામાં વધારો જોવા મળ્યો હતો. જેથી આ સમસ્યાને નિવારવા અને રિટેલ રોકાણકારોને સલામતી પૂરી પાડવા કેવા પ્રકારના પગલાં ભરી શકાય તેનું સૂચન કરવા માટે સિક્યુરિટિઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ગત મહિને એક એક્સપર્ટ વર્કિંગ કમિટિની રચના કરી હતી. વર્કિંગ કમિટિ તરફથી જે ભલામણો કરવામાં આવી છે તેમાંથી જો બે સૂચનો પર અમલ કરવામાં આવે તો તે ડેરિવેટિવ્સ સેક્ટરમાં રિટેલ રોકાણકારોની હિસ્સેદારી ઘટાડવા માટે નિર્ણયાક પુરવાર થઈ શકે છે. જેમાંથી એક છે, કોન્ટ્રાક્ટ સાઈઝમાં વધારો કરવો. જો આવું કરવામાં આવશે તો નાના ટ્રેડર્સ માટે તે આર્થિક રીતે પ્રતિકૂળ થઈ જશે. અને બીજું પગલું છે સાપ્તાહિક એક્સપાયરીને મર્યાદિત કરવી. જે ટ્રેડર્સ માટે મેદાનને સાંકડું બનાવશે. અન્ય દરખાસ્તોમાં ઓછા સ્ટ્રાઈક પ્રાઈસ, ઓપ્શન બાયર્સ પાસેથી ઓપ્શન પ્રિમીયમનું અપફરન્ટ કલેક્શન, પોઝિશન લિમિટનું ઈન્ટ્રા ડે મોનિટરિંગ અને એક્સપાયરી નજીક માર્જિનની જરૂરિયાતો વધુ વધારવાનો સમાવેશ થાય છે. આ ભલામણો પર અંતિમ નિર્ણય લેતાં પહેલાં આ સૂચનો સેકન્ડરી માર્કેટ એડવાઈઝરી કમિટિ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે. નોંધનીય છે કે, ભારતમાં ડેરિવેટિવ્સ વોલ્યૂમમાં વધારો છેલ્લા કેટલાક સમયથી ચિંતાનો વિષય બનેલો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments