Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: ઇક્વિટી MFમાં ઇનફ્લો 40,000કરોડને ડેટ ફંડોમાં આઉટફ્લો 1લાખ કરોડને પાર

Business: ઇક્વિટી MFમાં ઇનફ્લો 40,000કરોડને ડેટ ફંડોમાં આઉટફ્લો 1લાખ કરોડને પાર


  • MFની AUM મેના રૂ. 58.64 લાખ કરોડથી 4 ટકા વધી જૂનના અંતે 60.89 લાખ કરોડ
  • ડેટ ફંડોમાં મે મહિનામાં રૂ. 42,294 કરોડના ઇનફ્લો સામે જૂનમાં રૂ. 1.07 લાખ કરોડનો આઉટફ્લો
  • મે મહિનાના રૂ. 34,697 કરોડની તુલનાએ જૂનમાં ઇનફ્લો 17 ટકા વધી રૂ. 40,608 કરોડ
  • રોકાણના કુલ પ્રવાહમાંથી 50 ટકાથી વધુ એટલે કે રૂ. 22,351 કરોડનું રોકાણ સેકટોરલ અને થિમેટિક ફંડમાં
 જૂન મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમોમાં આવતો રોકાણનો પ્રવાહ પાછલા મહિનાની તુલનાએ 17 ટકા વધીને રૂ. 40,608 કરોડની સપાટીએ પહોંચ્યો છે, જેની તુલનાએ મે મહિનામાં આ આંકડો રૂ. 34,697 કરોડ હતો.
આ મહિને ઇક્વિટી ફંડોમાં રોકાણનો પ્રવાહ નવી વિક્રમી ટોચે પહોંચ્યો છે ત્યારે હકીકત એ છે કે આ મહિને પણ કુલ પ્રવાહમાંથી અડધા ઉપરાંતનો હિસ્સો સેકટોરલ અને થિમેટીક ફંડના ફાળે આવ્યો છે. જૂનના અંતે મ્યુચ્યુઅલ ફંડોની કુલ એયુએમનો આંકડો માસિક ધોરણે 4 ટકા વધીને રૂ. 60.89 લાખ કરોડ થયો છે, જે મે મહિનાના અંતે રૂ. 58.64 લાખ કરોડ હતો.
સેકટોરલ અને થિમેટીક ફંડમાં આવતા પ્રવાહમાં જૂન મહિનામાં 16 ટકાનો વધારો નોંધાયો છે અને તે રૂ. 22,351 કરોડની સપાટીએ પહોંચ્યો છે. ઇક્વિટી સ્કીમોમાં રૂ. 4,798 કરોડના પ્રવાહ સાથે મલ્ટિ કેપ ફંડ બીજા ક્રમે આવે છે. ઇએલએસએસ અને ફોકસ્ડ ફંડ સિવાયની તમામ
ઇક્વિટી સ્કીમોમાં જૂન મહિનામાં નેટ ઇનફ્લો જોવા મળ્યો છે. આ બન્ને ફંડોમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત આઉટફ્લો જોવા મળ્યો છે. કેલેન્ડર વર્ષ 2024માં મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ. 1.65 લાખ કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે. 2024ના પ્રથમ છ મહિનામાં સેકટોરલ ફંડ અને થિમેટિક ફંડમાં સૌથી વધુ રૂ. 70,716 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે, જેના પછી રૂ. 17,357 કરોડના નેટ ઇનફ્લો સાથે મલ્ટિ કેપ ફંડનો ક્રમ આવે છે. દરમિયાન ડેટ ફંડોમાં આ મહિને રૂ. 1.07 લાખ કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો છે, જેની તુલનાએ મે મહિનામાં આ ફંડોમાં રૂ. 42,294 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો હતો.ડેટ ફંડોના આ આઉટફ્લોમાંથી સૌથી વધુ રૂ. 80,354 કરોડનો નેટ આઉટફ્લો લિકવીડ ફંડોમાં નોંધાયો છે, જેની તુલનાએ મે મહિનામાં લિકવીડ ફંડમાં રૂ. 25,873 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments