Wednesday, July 24, 2024
HomeGUJARATDwarka News: દ્વારકામાં એક જ પરિવારના 4 લોકોનો સામુહિક આપઘાત

Dwarka News: દ્વારકામાં એક જ પરિવારના 4 લોકોનો સામુહિક આપઘાત


  • દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે પરિવારનો સામુહિક આપઘાત
  • ઝેરી દવા ગટગટાવી પતિ-પત્ની, દીકરા-દીકરીનું મોત
  • કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારને કાળ ભરખી ગયો છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે. કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને લઈ પંથકમાં ચકચારી મચી ગઈ છે. આ ઘટનામાં દ્વારકા અને જામનગર પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તજવીજ હાથ ધરવામાં આવી છે. મૂળ મોડપરના અને હાલ જામનગર રહેતાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. પતિ-પત્ની, દીકરા અને દીકરીએ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે. ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે.

પોલીસ દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના ભાણવડ તાલુકામાં ધારાગઢ ગામે 4 લોકોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મૂળ મોડપરના રહેવાસી અને હાલ જામનગર રહેતા પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. મૃત્યુ પામનાર પતિ-પત્ની તેમજ દિકરા-દિકરીનો સમાવેશ થાય છે. ભાણવડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ઘટના સ્થળની નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની નજરે આ 4 મૃતક આવ્યા હતાં. તેથી તેણે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરીને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments