Thursday, July 25, 2024
HomeGUJARATAhmedabad :તેર વર્ષથી સંપાદિત જમીનનું વળતર ન મળ્યું, છ માસમાં ચૂકવો :હાઈકોર્ટ

Ahmedabad :તેર વર્ષથી સંપાદિત જમીનનું વળતર ન મળ્યું, છ માસમાં ચૂકવો :હાઈકોર્ટ


  • કચ્છ, બનાસકાંઠા, પાટણમાં નર્મદા કેનાલ બાંધવા સંખ્યાબંધ ગામોની જમીન લીધેલી
  • કોર્ટના આકરા વલણથી સરકારે ઈન્ટરર્નલ કમિટી રચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી
  • અરજદારોને તેમની ખેતીની જમીનના હક્ક-અધિકારથી અને પૂરતા વળતરથી વંચિત રાખ્યા

ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલના બાંધકામ માટે કેનાલના માર્ગમાં વચ્ચે આવતાં આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો-ગ્રામજનોની જમીન સને 2011માં સંપાદન કરવા કબ્જો લઇ લીધાના 13-13 વર્ષના વ્હાણાં વીતવા છતાં સેંકડો ગ્રામજનોને આજદિન સુધી વળતર ન ચૂકવાતા હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી સરકારનો ખુલાસો માંગ્યો હતો. હાઇકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઇન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમીટી રચી ને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક બહુ મહત્ત્વના ચુકાદા મારફ્તે અરજદાર ખેડૂતોના કિસ્સામાં છ મહિનામાં એવોર્ડ(વળતર)ની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજય સરકારને ફરમાન કર્યું છે. કચ્છ, બનાસકાંઠા અને જિલ્લાના સંખ્યાબંધ ગામોના સેકંડો ખેડૂતો તરફ્થી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જુદી જુદી ઢગલાબંધ રિટ અરજી કરાઈ હતી. નર્મદા કેનાલ બનાવવાના ભાગરૂપે સરકારના સત્તાવાળાઓ દ્વારા અરજદાર ગ્રામજનોની જમીન સને 2010-11માં લઇ લીધી હતી. સત્તાવાળાઓ દ્વારા એ વખતે ગ્રામજનોને એડવાન્સ વળતર ઉચ્ચક ધોરણે ચૂકવી અપાયું હતુ અને ફાઇનલ એવોર્ડ બાદમાં આપવાની ખાતરી આપી હતી. જો કે, સત્તાવાળાઓએ લેન્ડ એક્વિઝિશન એક-1894ની સંબંધિત જોગવાઇઓનું અનુસરણ કર્યા વિના જ જમીનનો કબ્જો લઇ લીધો હતો અને આટલા વર્ષો સુધી અરજદારોને તેમની ખેતીની જમીનના હક્ક-અધિકારથી અને યોગ્ય તેમ જ પૂરતા વળતરથી વંચિત રાખ્યા હતા.Source link

- Advertisment -

Most Popular

Recent Comments