Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: ભરણાં અતિશય છલકાવાની સમસ્યાનું સમાધાન NSEએIPO મુદ્દે પન્ટર્સને કદ પ્રમાણે વેતર્યા

Business: ભરણાં અતિશય છલકાવાની સમસ્યાનું સમાધાન NSEએIPO મુદ્દે પન્ટર્સને કદ પ્રમાણે વેતર્યા


  • 2024માં 40% IPO 90%થી વધુના ઉછાળા સાથે લિસ્ટેડ થયા
  • SMEના IPO માટે સ્પેશિયલ પ્રિ-ઓપન સેશન્માં ઈશ્યૂ પ્રાઈઝ પર 90%ની મર્યાદા લાગુ કરાઈ,
  • પગલાંથી સટ્ટાકીય અતિરેકને દબાવી અને વોલેટાલિટીને ઘટાડી શકાશે

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)એ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એસએમઈ)ના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે સ્પેશ્યલ પ્રિ-ઓપન સેશન્સમાં ઈસ્યૂ પ્રાઈઝ પર 90 ટકાની મર્યાદા લાગુ કરવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સેગમેન્ટમાં ઓવરસબ્સ્ક્રિપ્શન અને ભંડોળનું મૂલ્ય અતિશય છલકાવા અંગે ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

વર્ષ 2024માં જૂન માસ સુધીમાં લગભગ ચાર આઈપીઓ 300 ટકાથી 400 ટકાના ભારે પ્રીમિયમ પર લિસ્ટેડ થયા હતા. ઉપરાંત ઓવરસબ્સ્ક્રિપ્શનની સમસ્યા પણ નવા રેકોર્ડ બનાવી રહી છે. જેનું તાજું ઉદાહરણ એચઓએસી ફૂડ્સ છે. જેનું સબ્સ્ક્રિપ્શન 1,834 ગણું હતું અને રિટેલ ઈન્વેસ્ટરના હિસ્સાને 2,350 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. અતિશય વધારા સાથે એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગ થવાની વધતી ઘટનાઓનો દર આંખ ઉધાડનારો છે.

2024ના પ્રથમ છ માસમાં એસએમઈ સેક્ટરના 117 આઈપીઓ પૈકી 39 ટકા 90 ટકાના વધારા સાથે લિસ્ટેડ થયા હતા. જ્યારે 2023માં માત્ર 16 ટકા એસએમઈ આઈપીઓએ આ આંકડો પ્રાપ્ત કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 271 ટકા વધીને 99,134.40 પોઈન્ટ પર પહોંચી ગયો છે. જેની સરખામણીએ બીએસઈ સેન્સેક્સ 22 ટકા વધ્યો છે. જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 64 ટકાનો વધારો થયો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments