Tuesday, July 16, 2024
HomeGUJARATKheda: લાંબા સમય બાદ મેઘરાજાની ફરી પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Kheda: લાંબા સમય બાદ મેઘરાજાની ફરી પધરામણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ


  • ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી
  • માતરના ભલાડા, સાયલા, શેખુપુરા, પરીયેજ, વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ
  • ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. માતર તાલુકાના ભલાડા, સાયલા, શેખુપુરા, પરીયેજ, વસઈ, સિંજીવાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ખેતરમાં તૈયાર થઈ રહેલા ડાંગરના ધરૂના પાકને વરસાદ પડતા જીવનદાન મળ્યું છે અને સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમજ 4 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય, ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. ભૂજ અને નખત્રાણામાં એક-એક ઈંચ, વલસાડના વાપીમાં, કપરાડામાં, સુરત શહેરમાં અને ડાંગના આહવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments