Wednesday, July 24, 2024
HomeGUJARATRajkot: સરકારી અધિકારીઓમાં ફફડાટ, TP શાખાના વધુ બે ઈજનેરોએ આપ્યા રાજીનામા

Rajkot: સરકારી અધિકારીઓમાં ફફડાટ, TP શાખાના વધુ બે ઈજનેરોએ આપ્યા રાજીનામા


  • ટાઉન પ્લાનિંગ શાખાના વધુ બે ઈજનેરો નિતીન રામાવત અને ચેતન ભટ્ટે આપ્યા રાજીનામા
  • અગ્નિ કાંડ બાદ TP શાખાના મોટાભાગના અધિકારીઓની કરાઈ હતી બદલી
  • હાલ TP શાખામાં કોઈ અધિકારી કામ કરવા તૈયાર નહીં હોવાની પણ ચર્ચા

રાજકોટમાં સરકારી અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. TRP ગેમઝોન અગ્નિ કાંડ બાદ અધિકારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે અને હાલમાં ટીપી શાખામાં કોઈ અધિકારી કામ કરવા માટે તૈયાર ના હોવાની પણ ચર્ચા છે.

આગામી દિવસોમાં TP શાખામાંથી વધુ રાજીનામા પડે તેવી શક્યતા

ત્યારે રાજકોટ ટાઉન પ્લાનિંગ શાખામાં વધુ બે ઈજનેરોએ રાજીનામાં આપ્યા છે, અધિકારી નિતીન રામાવત અને ચેતન ભટ્ટે રાજીનામા આપ્યા છે. હાલમાં ટીપી શાખામાં અધિકારીઓ કામ કરવા માટે તૈયાર નથી. ત્યારે આગામી દિવસોમાં TP શાખામાંથી વધુ રાજીનામા પડે તો નવાઈની વાત નહીં રહે. તમને જણાવી દઈએ કે અગ્નિ કાંડ બાદ TP શાખાના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરાઈ હતી.

સસ્પેન્ડ TPO મનસુખ સાગઠીયા સામે 3 કેસ ચાલશે

રાજકોટમાં અપ્રમાણસર મિલકત મામલે સસ્પેન્ડ TPO મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે. જેમાં સાગઠીયા સામે ત્રણ ત્રણ ગુન્હા, પહેલા અગ્નિ કાંડમાં બેદરકારી, બીજો બોગસ મિનિટ બુક્સ ઊભી કરવા અને ત્રીજો અપ્રમાણસર મિલકતના ગુન્હામાં તપાસ થઈ છે.

ત્રણેય અલગ અલગ કેસ કોર્ટમાં ચાલશે

સાગઠિયાએ અગ્નિકાંડના એકમાત્ર આરોપી સામે અગ્નિકાંડ સર્જાય તેવી ફરજમાં બેદરકારી દાખવી સાપરાધ મનુષ્યવધ, ઈમ્પેક્ટ અરજી ઈન્વર્ડનું બોગસ રેકોર્ડ સર્જવા સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યાનો અને અપ્રમાણસર મિલ્કતનો એમ ત્રણ ગુના નોંધાયેલા છે અને આજે ત્રણેય ગુનામાં તે જેલહવાલે થયેલ છે. હવે આ ત્રણેય અલગ અલગ કેસ કોર્ટમાં ચાલશે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments