Tuesday, July 23, 2024
HomeBUSINESSStock Market Closing: નજીવા વધારા સાથે શેરમાર્કેટ બંધ,સેન્સેક્સે 80હજારની સપાટી વટાવી

Stock Market Closing: નજીવા વધારા સાથે શેરમાર્કેટ બંધ,સેન્સેક્સે 80હજારની સપાટી વટાવી


  • NSEના નિફ્ટીમાં 0.035%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.041%નો વધારો
  • સેન્સેકસ 33 પોઈન્ટના વધારા સાથે બંધ

સપ્તાહના પ્રથમ દિવસે માર્કેટ ઘટાડા સાથે માર્કેટની શરૂઆત થઇ હતી. ત્યારે બપોરે 3.30 કલાકે ક્લોઝિંગ દરમિયાન શેરમાર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 33 પોઇન્ટના વધારા સાથે 80,029 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 8.5 પોઇન્ટના વધારા સાથે 24,332.35 અંક પર બંધ થયો હતો.

450 લાખ કરોડનું માર્કેટ કેપ

ભારતીય શેરબજારનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 450 લાખ કરોડની ઉપર બંધ થયું છે. આજના ટ્રેડિંગ સેશનમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 450.14 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 349.88 લાખ કરોડથી વધુ હતું. માર્કેટમાં પ્રોફિટ બુકિંગ છતાં ભારતીય શેરબજારનું માર્કેટ કેપ આજના સત્રમાં રૂ. 26000 કરોડના ઉછાળા સાથે બંધ થયું હતું.

વધતા અને ઘટતા શેર

બીએસઈ પર 4169 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1802 શેરો લાભ સાથે અને 2257 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 110 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગમાં FMCG શેર ITC 2.27 ટકાના વધારા સાથે, HUL 1.55 ટકાના વધારા સાથે, નેસ્લે 1.28 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય HCL ટેક 0.92 ટકા, ટાટા મોટર્સ 0.87 ટકા, ઇન્ફોસિસ 0.72 ટકા, રિલાયન્સ 0.69 ટકા, ટેક મહિન્દ્રા 0.40 ટકા, ભારતી એરટેલ 0.34 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટી રહેલા શેરોમાં ટાઇટન 3.54 ટકા, અદાણી પોર્ટ્સ 1.65 ટકા, ટાટા સ્ટીલ 1.30 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.31 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments