Wednesday, July 24, 2024
HomeBUSINESSDelhi :હિંડનબર્ગે અદાણી ગ્રૂપનો રિપોર્ટ પ્રકાશિત કર્યાના બે મહિના પહેલાં ક્લાયન્ટને બતાવ્યો:સેબી

Delhi :હિંડનબર્ગે અદાણી ગ્રૂપનો રિપોર્ટ પ્રકાશિત કર્યાના બે મહિના પહેલાં ક્લાયન્ટને બતાવ્યો:સેબી


  • સેબીએ તેના તપાસ રિપોર્ટ અને શૉ કોઝ નોટિસમાં ખુલાસો કરતા માર્કેટમાં ખળભળાટ
  • અદાણી ગ્રૂપ વિરુદ્ધનો રિપોર્ટ હેજ ફંડ મેનેજર માર્ક કિંગડનને દેખાડીને હિંડનબર્ગે કરોડોની કમાણી કરી
  • અદાણી ગ્રૂપની 10 કંપનીઓનાં શેરનાં માર્કેટ પ્રાઈસમાં 150 અબજ ડૉલરથી વધુનો ઘટાડો થયો હતો

સેબીએ અદાણી ગ્રૂપ વિરુદ્ધ હિંડનબર્ગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા રિપોર્ટ અંગેની તપાસમાં સનસનાટી મચાવતો ખુલાસો કર્યો છે. સેબીએ આક્ષેપ કર્યો છે કે અમેરિકાનાં શોર્ટ સેલર્સ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપનો રિપોર્ટ પ્રકાશિત કર્યો તેનાં બે મહિના પહેલા પોતાનાં ક્લાયન્ટ માર્ક કિંગડનને બતાવ્યો હતો.

માર્ક કિંગડન એ ન્યૂયોર્ક ખાતે હેજ ફંડ મેનેજર છે. હિંડનબર્ગનો અદાણી ગ્રૂપ વિરુદ્ધનો રિપોર્ટ જાહેર થયા પછી હિંડનબર્ગ દ્વારા કરોડોની કમાણી કરાઈ હતી. સેબી દ્વારા આ મામલામાં હિંડનબર્ગને નોટિસ મોકલી ખુલાસો કરાયો છે કે હિંડનબર્ગ, ન્યૂયોર્કનાં હેજ ફંડ મેનેજર તેમજ કોટક મહિન્દ્રા બેન્ક સાથે સંલગ્ન એક બ્રોકર દ્વારા રિપોર્ટ જાહેર થયા પછી અદાણી ગ્રૂપની 10 કંપનીઓનાં શેરનાં માર્કેટ પ્રાઈસમાં 150 અબજ ડૉલરથી વધુનો ઘટાડો થયો હતો ત્યારે કરોડોની કમાણી કરાઈ હતી.

કૌભાંડ જાહેર કરનારને ડરાવવાનો પ્રયાસ

સેબીની નોટિસનાં જવાબમાં હિંડનબર્ગે જણાવ્યું હતું કે, ભારતની સૌથી શક્તિશાળી વ્યકિતઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીને જાહેર કરનારને ચૂપ કરવાનો અને તેને ડરાવવાનો આ પ્રયાસ છે. તેણે ખુલાસો કર્યો છે કે અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ લિ. વિરુદ્ધ દાવ લગાવવા માટે જે કંપનીનો ઉપયોગ કરાયો હતો તે કોટક મહિન્દ્રા ઈન્ટરનેશનલ લિમિટેડ (KMIL) સાથે સંલગ્ન કોટક મહિન્દ્રા બેન્કની મોરિશિયસ ખાતે આવેલી પેટા કંપની છે. KMIL નાં ફંડ દ્વારા તેનાં ક્લાયન્ટ કિંગડનની કિંગડન કેપિટલ મેનેજમેન્ટ માટે અદાણી એન્ટરપ્રાઈઝિસમાં રોકાણ કરવામાં આવ્યું હતું.

હિંડનબર્ગે ભ્રામક માહિતી ફેલાવી કરોડોની કમાણી કરી

સેબીએ હિંડનબર્ગ પર આરોપ લગાવ્યો હતો કે તેણે નોન પબ્લિક અને ભ્રામક માહિતી ફેલાવતા અદાણી ગ્રૂપનાં શેરોમાં શોર્ટ સેલિંગ થયું હતું જેમાંથી હિંડનબર્ગે કરોડોની કમાણી કરી હતી.

અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવમાં કડાકો અને રૂ. 183 કરોડની કમાણી

હિંડનબર્ગ દ્વારા રિપોર્ટ જાહેર કરાયો તે પહેલા અદાણી એન્ટરપ્રાઈઝ લિ (AEL)નાં શેરમાં ડેરિવેટિવ્ઝમાં શોર્ટ સેલિંગ કરાયું હતું. રિપોર્ટ જાહેર થયા પછી 24 જાન્યુઆરી 2023થી 22 ફેબ્રુઆરી 2023 વચ્ચે AEL શેરનાં ભાવમાં 59 ટકા સુધીનો કડાકો બોલ્યો હતો. શેરનાં ભાવ શેરદીઠ રૂ. 3433 થી ઘટીને રૂ. 1404. 85 થઈ ગયા હતા. રિપોર્ટ જાહેર થયા પહેલા કે. ઈન્ડિયા ઓપોર્ર્ચ્યુનિટી ફંડ ક્લાસ F દ્વારા ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને AEL શેરોમાં શોર્ટ સેલિંગ કરાયું હતું. શોર્ટ પોઝિશનનાં ઓળીયા સૂલટાવીને રૂ.183.23 કરોડનો નફો કરાયો.

હિંડનબર્ગ સાથેના સંબંધો કિંગડને છુપાવ્યા

સેબીએ તેની નોટિસમાં હેજ ફંડનાં કર્મચારીઓ અને KMILનાં ટ્રેડર્સ વચ્ચે થયેલી ચેટનાં અંશો સમાવ્યા હતા જેમાં AEL ફ્યુચર કોન્ટ્રેક્ટમાં વેચાણ કરવાની વાતચીત કરાઈ હતી. કોટક મહિન્દ્રા બેન્કે સ્પષ્ટતા કરી હતી કે કિંગડન દ્વારા ક્યારેય એવો ખુલાસો કરાયો ન હતો કે તે હિંડનબર્ગ સાથે કોઈ સંબંધો ધરાવે છે તેમજ શેરનાં પ્રાઈઝને લગતી સંવેદનશીલ માહિતીનાં આધારે સોદા કરે છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments