Friday, July 19, 2024
HomeGUJARATBharuch: ભરૂચ પંથક જય જગન્નાથના પ્રચંડ નારાથી ગૂંજી ઉઠયો

Bharuch: ભરૂચ પંથક જય જગન્નાથના પ્રચંડ નારાથી ગૂંજી ઉઠયો


  • દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ પંથકમાં 3 સ્થાનેથી રથયાત્રાનું આયોજન કરાયું હતું : નગરમાં ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
  • ભરૂચ નગરમાં નીકળેલી ફૂરજા વિસ્તાર, આશ્રાય સોસાયટી તથા ઇસ્કોન આયોજિત ત્રણેય રથયાત્રામાં હજારો સંખ્યામાં ભક્તો જોડાયા
  • ભરૂચ ઇસ્કોનના અધ્યક્ષ ચૈતન્ય મહાપ્રભુ દાસના માર્ગદર્શનમાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ

આજે અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બલરામ સાથે ભરૂચની નગર ચર્યા કરવા નીકળ્યા હતા. માર્ગમાં જણાવ્યા ભક્તોએ ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ નગર ખાતે ત્રણ સ્થાનકો ખાતેથી આજે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ભરૂચ નગર પ્રાચીન નગર હોવાનાં કારણે વર્ષોથી અષાઢી બીજનાં દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે સૌથી પ્રાચીન રથયાત્રા ફુરજા વિસ્તારમાંથી નીકળે છે જેનો પવિત્ર ઇતિહાસ ખુબ જૂનો છે આ રથયાત્રામાં જિલ્લાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી રથના દોરડાને ખેંચી ધન્યતા અનુભવે છે. આ રથયાત્રા બપોરે ચાર વાગ્યા બાદ યોજવામાં આવે છે.

આજે તા 7 જુલાઈના રોજ ભરૂચ નગરનાં આશ્રાય સોસાયટી ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જે આશ્રાય સોસાયટી ખાતેથી નીકળી શકિતનાથ સર્કલ થઈ લિંકરોડ અને સોસાયટી વિસ્તાર માંથી પસાર થઈ પરત આશ્રાય સોસાયટીના મંદીર ખાતે આવી હતી.

જ્યારે ઇસ્કોન આયોજિત રથયાત્રાનું આ 10મું વર્ષ છે

ઇસ્કોન આયોજીત રથયાત્રામાં વિવિધ શણગારેલા વાહનો જણાયા હતા. આ રથયાત્રા ભરૂચ નગરના કસક સર્કલ,મકતમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઇ સ્કૂલ ઝાડેશ્વર ખાતે પહોંચી હતી. જયાં સાંજે ભગવાન જગન્નાથની આરતી તેમજ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભરૂચ ઇસ્કોનના અધ્યક્ષ ચૈતન્ય મહાપ્રભુ દાસના માર્ગદર્શનમાં રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ રથયાત્રામા હજારો ભકતો જોડાયા હતા..

જયારે ભરૂચની સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરના સમયે આશરે 5 વાગ્યાના અરસામાં આયોજિત થઈ હતી. આ રથયાત્રા નગરનાં ફુરજા ખાતે આવેલ દત્ત મંદિરથી નીકળી મોટા બજાર ચાર રસ્તા, કતોપોર સ્લોપ, ચોકસીવાડ, લાલ બજાર, પશ્ચિમ ચુનારવાડ, જુના બજાર, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, હાજીખાના બજાર, આચારવાડ ખડકી, સોનેરી મહેલ સકર્લ થઈ મોટા ભોઈવાડ ખાતે આવેલ ધોધારાવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

પોલીસનો લોખંડી અને કડક બંદોબસ્ત મુકાયો

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સંવેદન શીલ વિસ્તારોમા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી ડ્રોન નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો પોલીસે મકાનોની છત પર પણ કે કેટલાંક પોઇન્ટ ઉભા કર્યા હતા.

રથયાત્રામાં ભરૂચના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

ભરૂચ પંથકમા આયોજીત ત્રણ યાત્રાઓમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અરૂણસિંહ રણાના પુત્ર અજયસિંહ રણા, ધારાસભ્યરમેશ મિસ્ત્ર્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્ર્રી, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી દિવ્યેશ પટેલ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભકતો માટે પ્રસાદીની આગવી વ્યવસ્થા કરાઈ

ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં આયોજિત ત્રણ રથયાત્રાના રૂટ પર હજારો ભકતો ભગવાન જગન્નાથ અને તેમના કુટુંબના દર્શન કરવા ઉભા હતા. આ ભકતો માટે પ્રસાદની આગવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજપીપળામાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન

વડિયા : રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પૂંજા કરી હતી. ભાવિક ભક્તોએ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી. રથયાત્રા લાલ ટાવર પાસે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. રણછોડજી મંદિર ખાતે વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું.

ઝઘડિયા ખાતે રથયાત્રામાં માનવ મહેરામણ ઊમટયું

ઝઘડિયા ખાતે આજરોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્યા શોભાયાત્રા નીકળી હતી. જે ઝઘડિયાના હનુમાનજી મંદિરેથી નીકળીને ઝઘડિયા મુખ્ય બજાર, થાણા ફ્ળિયા, રાજપુત ફ્ળિયા થઇને લાડવાવળ ધામ પહોચી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રથયાત્રાના દીવસે વરસાદે આંશિક વિરામ લીધો ।

આજે આષાઢી બીજ તા 7 જુલાઇ ના રવિવારે રથયાત્રાના દિવસે જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લીધો હતો. આજે સવારે 6 કલાકે પુરા થતા 24કલાક દરમીયાન જિલ્લાના આમોદ, વાગરા , અંકલેશ્વર હાંસોટ કોરાકટ રહ્યાં હતા. જયારે ભરૂચ 2 મી.મી.,ઝઘડિયા 2 મી.મી.,,વાલિયા 5 મી.મી.વરસાદ નોંધાયો હતો.Source link

- Advertisment -

Most Popular

Recent Comments