Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: બચતખાતાના વ્યાજ માટે કરમુક્તિની મર્યાદા વધારી 25,000 કરવાનો પ્રસ્તાવ

Business: બચતખાતાના વ્યાજ માટે કરમુક્તિની મર્યાદા વધારી 25,000 કરવાનો પ્રસ્તાવ


  • ડિપોઝિટનો વૃદ્ધિદર ઘટતા બેન્કિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓની રજૂઆત
  • પ્રસ્તાવ પર ગંભીરતાપૂર્વક વિચારણા, થોડી ઘણી રાહત અપાય એવો સંકેત
  • બેંકોએ એવી રજુઆત કરી હતી કે હાલમાં ડિપોઝિટનો વૃદ્ધિદર અત્યંત દબાણ હેઠળ છે

પાછલા સપ્તાહે આગામી બજેટ અંગે રજુઆતો કરવા માટે બેંકિગ ક્ષેત્રોના પ્રતિનિધીઓ અને નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં બેંકિગ ઉદ્યોગે હાલમાં બચતખાતાંમાં મળતા વ્યાજના સંદર્ભમાં કરમુક્તિ માટે જે રૂ. 10,000ની મર્યાદા છે તે વધારીને રૂ. 25,000 કરવા રજુઆત કરી હતી. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા કેન્દ્ર સરકારના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આ રજુઆત અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે અને ટુંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. આ અંગેની જાહેરાત આગામી કેન્દ્રીય બજેટમાં કરવામાં આવશે એમ સુત્રોએ જણાવ્યું હતું.

બેંકોએ એવી રજુઆત કરી હતી કે હાલમાં ડિપોઝિટનો વૃદ્ધિદર અત્યંત દબાણ હેઠળ છે અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ડિસેમ્બર, 2023માં 78.8 ટકા હતો તે 2 ટકાથી પણ વધુ ઘટીને માર્ચ, 2024માં 76.8 ટકા જેટલો થયો છે. વધુમાં ખાનગી ધિરાણકર્તા સંસ્થાઓ ડિપોઝિટ મેળવવામાં ઘણી આગળ છે એટલે સરકારી બેંકોને ડિપોઝિટ મેળવવી ઘણી મુશ્કેલ બની જાય છે. આથી સરકાર દ્રારા જો આ મર્યાદા વધારવામાં આવે તો ડિપોઝિટમાં વૃદ્ધિ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જો આ પ્રકારે બચત ખાતમાં મળતા વ્યાજ પરની કરમુક્તિની મર્યાદા રૂ. 10,000થી વધારી રૂ. 25,000 કરવામાં આવે તો સરકારની આવકમાં કેટલો ઘટાડો થઇ શકે છે તેનો અંદાજ મેળવીને આ અંગેનો અંતિમ નિર્ણય બજેટ પહેલામાં લેવામાં આવે એવી શક્યતા છે. બેંકોની માંગણી મુજબ આ મર્યાદા વધારીને રૂ. 25,000 ન કરાય તો પણ આ મર્યાદામાં થોડો ઘણો વધારો કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આઇટી એક્ટની કલમ 80ટીટીએ અંતર્ગત બચતખાતામાં મળતાં વ્યાજ પર આ રાહત આપવામાં આવે છે અને વરિષ્ઠ નાગરિકના કિસ્સામાં આ મર્યાદા રૂ. 50,000 છે. વરિષ્ઠ નાગરિકોને મળતી આ કરરાહત મર્યાદામાં એફડી પર મળતા વ્યાજનો સમાવેશ પણ થઇ જાય છે.

બેંકોએ શું માગણી કરી

ટેક્સ માટેની જૂની પ્રથા હેઠળ હાલમાં બચત ખાતાંમાં મળતાં વ્યાજના સંદર્ભમાં કરમુક્તિ માટે જે રૂ. 10,000ની મર્યાદા છે તે વધારીને રૂ. 25,000 કરવામાં આવે

ટેક્સ માટેની નવી પ્રથા હેઠળ આઇટી એક્ટની કલમ 10 (15) (1) હેઠળ વ્યાજની આવકને કરમુક્તિનો લાભ આપવામાં આવે

બેંકોની રજૂઆત

 બેંકોએ ડિપોઝિટમાં થઇ રહેલા ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી

 75 ટકાથી વધુ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ધરાતવી હોય એવી બેંકોમાં 75 ટકા બેંકો ખાનગી બેંકો છેSource link

- Advertisment -

Most Popular

Recent Comments