Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: લાર્જ કેપ શેર માટેની M-કેપ મર્યાદા હવે 67,000 કરોડથી વધી 84,325કરોડ

Business: લાર્જ કેપ શેર માટેની M-કેપ મર્યાદા હવે 67,000 કરોડથી વધી 84,325કરોડ


  • લાર્જ કેપ-મિડ કેપ શેરોની લાયકાત માટેની M-કેપ મર્યાદા 25% વધી
  • મિડ કેપના સંદર્ભમાં આ મર્યાદા રૂ. 22,000 કરોડથી વધીને રૂ. 27,564 કરોડ
  • આ મર્યાદા અનુક્રમે રૂ. 67,000 કરોડ અને રૂ. 22,000 કરોડ હતી.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ)એ કરેલી તાજેતરની કવાયતના કારણે લાર્જ કેપ અને મિડ કેપ શેર તરીકે ક્વોલિફાય થવા માટેની એમ કેપની મર્યાદા વધીને અનુક્રમે રૂ. 84,325 કરોડ અને રૂ. 27,564 કરોડ થઇ છે.

આ અગાઉ આ પ્રકારે ડિસેમ્બર, 2023માં રિબેલેન્સિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ મર્યાદા અનુક્રમે રૂ. 67,000 કરોડ અને રૂ. 22,000 કરોડ હતી. આમ હાલના રિબેલેન્સિંગને કારણે આ મર્યાદામાં આશરે 25 ટકા જેટલો વધારો થયો છે, જેને માટે છેલ્લા છ મહિનામાં ભારતીય શેરબજારમાં જોવા મળેલી અભૂતપૂર્વ તેજી જવાબદાર છે.

વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો નિફ્ટીમાં 10.5 ટકાનો જ્યારે સેન્સેક્સમાં 9.4 ટકાનો વધારો નોંધાયો છે. આ જ સમયગાળામાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આઉટપર્ફોમ કરતાં બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે અનુક્રમે 25 ટકાનો અને 22 ટકાનો વધારો નોંધાવ્યો છે. આથી વિવિધ કંપનીઓના માર્કેટ

કેપિટલાઇઝેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને એએમએફઆઇએ લાર્જ કેપ અને મિડ કેપ શેરો માટેની થ્રેશહોલ્ડ મર્યાદા પણ વધારી છે. બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડે (સેબી) નક્કી કરેલા ધારાધોરણો મુજબ તમામ લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી હોય એવી ટોચની 100 કંપનીઓ લાર્જ કેપ કંપનીઓ ગણાય છે જ્યારે તે પછીના ક્રમે આવતી 150 કંપનીઓ એટલે કે 101થી 250નો ક્રમ ધરાવતી કંપનીઓ મિડ કેપની વ્યાખ્યામાં આવે છે. બાકીની કંપનીઓનો સમાવેશ સ્મોલ કેપ સેગમેન્ટમાં થાય છે. 2017માં આ નિયમ અમલમાં મુકવામાં આવ્યો ત્યારે લાર્જ કેર શેરો માટેની થ્રેશહોલ્ડ મર્યાદા રૂ. 27,000 કરોડ જ્યારે મિડ કેપ માટની રૂ. 8,500 કરોડ હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments