Monday, July 15, 2024
HomeBUSINESSBusiness: ચાર વર્ષમાં વૈશ્વિક થ્રિફ્ટ માર્કેટ $197 અબજથી $350 અબજ સુધી પહોંચશે

Business: ચાર વર્ષમાં વૈશ્વિક થ્રિફ્ટ માર્કેટ $197 અબજથી $350 અબજ સુધી પહોંચશે


  • પર્યાવરણ ક્ષેત્રે પોતાના નોંધપાત્ર યોગદાન સાથે
  • ભારતમાં પોકેટ ફ્રેન્ડલી સેકન્ડ હેન્ડ બ્રાન્ડેડ વસ્તુઓની વધતી લોકપ્રિયતા
  • દિલ્હીના હોજ ખાસ ગામની શેરીઓમાં લટાર મારતા એવી ઘણી દુકાનો દેખાશે

હાલ ભારત અને વિશ્વમાં પોકેટ ફ્રેન્ડલી સેકન્ડ હેન્ડ બ્રાન્ડેડ વસ્તુઓની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે વધતી જઈ રહી છે. આવી વસ્તુઓ પર્યાવરણ માટે પણ ફ્રેન્ડલી હોવાથી તેની લોકચાહના વ્યાપક બને તો નવાઈ નહીં.

ઉપરાંત આવી વસ્તુઓ ગુણવત્તાસભર હોવાથી તે લોકોના ફેશનના શોખને પણ સારી રીતે પૂર્ણ કરે છે. દિલ્હીના હોજ ખાસ ગામની શેરીઓમાં લટાર મારતા એવી ઘણી દુકાનો દેખાશે જે બહારથી ખૂબ જ સામાન્ય લાગશે પણ આવી દુકાનો એકથી વધીને એક ચઢિયાતા કપડા, પગરખાં અને એસેસરીઝનો ખજાનો છે. જે થ્રિફ્ટ સ્ટોર તરીકે ઓળખાય છે. સેકન્ડ હેન્ડ વસ્ત્રો અને બ્રાન્ડની સરપ્લસ વસ્તુઓનું વેચાણ કેન્દ્ર છે. આ સ્ટોર્સ પર્યાવરણ માટે પોતાનું કામ કરતાં ફેશનને તમામ માટે સુલભ બનાવે છે. કેમ કે, આ ક્ષેત્ર ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને કચરાને ઘટાડી પર્યાવરણીય ટકાઉપણા માટે પોતાનું નોંધપાત્ર યોગદાન આપે છે. જેથી તેની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. નવા સામાનને ખરીદવાને બદલે પહેલાથી જ ઉપયોગ કરાયેલી વસ્તુઓની ખરીદી કરવાથી માત્ર પૃથ્વી પરના મર્યાદિત સંશાધનો પર બોજો જ ઘટતો નથી પણ સાથે સારી ગુણવત્તાના કપડાનું સર્ક્યુલેશન જણવાયેલું રહે છે. જે તેમને અકાળે લેન્ડફિલ્સમાં જતાં અટકાવે છે. જેથી જમીનનું ટકાઉપણું પણ વધે છે. આમ ફેશન ક્ષેત્રનું અર્થતંત્ર પણ ધબકતું રહે છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, કપડાંનું જીવન માત્ર નવ મહિના સુધી લંબાવવાથી કાર્બન, પાણી અને વેસ્ટ ફૂટપ્રિન્ટ્સમાં 20થી 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ઓફલાઈન અને ઓનલાઈન થીફરટ સ્ટોર્સની વધતી સંખ્યા માંગને અનુરૂપ છે, જે ડેટા દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે. વૈશ્વિક થ્રિફ્ટ રિટેલર થ્રેડઅપના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક સેકન્ડ હેન્ડ કપડા બજાર ગયા વર્ષે 18 ટકા વધીને 197 અબજ ડોલર સુધી પહોંચ્યું છે અને વર્ષ 2028 સુધીમાં સમગ્ર પરિધાન બજાર કરતાં ત્રણ ગણી ઝડપથી વૃદ્ધિ પામશે અને 350 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. લોકોને નવા અને આકર્ષક કપડાંનું ઘેલું લાગેલું છે. પણ સાથે તેઓ એવું પણ ઈચ્છતા નથી કે, આ શોખ પૂરો કરવામાં તેમના ખિસ્સા હળવા થાય, માટે ભારતમાં સેકન્ડ હેન્ડ કપડાના બજારની લોકપ્રયિતા વધી છે. ઓફલાઈન સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ થ્રિફ્ટ સ્ટોર્સની ભરમાર છે. અન્ય વિકલ્પોની વચ્ચે ઈન્સટાગ્રામ પર વિન્ટેજ લોન્ડ્રીના 1800, લસ્ટથ્રિફ્ટના 38,400થી વધુ અને બોડમેન્ટ્સના 16,300થી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

થ્રિફ્ટ સ્ટોર્સ એટલે શું?

ફેકટરીઓ દ્વારા કાઢી નાંખવામાં આવેલા અને ઓછા નુકસાની હોય તેવા કપડાં અને એક્સપોર્ટ સરપ્લસ વસ્તુઓનું વેચાણ કરતાં કેન્દ્રોને થ્રિફ્ટ સ્ટોર્સ તરીકે ઓળખવામાં આવે છે

પૃથ્વી માટે આશીર્વાદરૂપ એવા થ્રિફ્ટ સ્ટોર્સ અંગે રસપ્રદ માહિતી

થ્રિફ્ટ સ્ટોર્સની વધતી સંખ્યા એ વાતનો સંકેત છે કે, શહેરી વિસ્તારો અને 1980થી 1990ની વચ્ચે જન્મેલા લોકોમાં ખાદ્ય, ફેશન, મનોરંજન અને ટેકનોલોજીની માંગ વધી રહી છે

થ્રિફ્ટ સ્ટોર્સ ફેશન ઉદ્યોગ સાથે જોડાયેલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને કચરાને ઘટાડે છે

ઈન્ટાગ્રામ પર પણ થ્રિફ્ટ સ્ટોર્સની લોકપ્રયિતા વધતાં થ્રિફ્ટ કૂલ વસ્તુ બની રહી છેSource link

- Advertisment -

Most Popular

Recent Comments