Thursday, July 25, 2024
HomeGUJARATSurat: 6 માળની બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ પડી ગઈ, 15 લોકો ઈજાગ્રસ્ત

Surat: 6 માળની બિલ્ડીંગ પત્તાના મહેલની જેમ પડી ગઈ, 15 લોકો ઈજાગ્રસ્ત


  • સુરતમાં 6 માળની બિલ્ડીંગ પડી ગઈ
  • 7 વર્ષ પહેલાં બનેલી છ માળની ઈમારત તૂટી પડી
  • સચીન સ્થિત પાલી ગામમાં ડીએમ નગર સોસાયટીમાં આવેલી છે ઈમારત

સુરતમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સુરતના સચિન સ્થિત પાલી ગામમાં આ બનાવ બન્યો છે. પાલી ગામમાં આવેલી ડીએમ નગર સોસાયટીમાં 6 માળની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ, ત્યારે ચોંકાવનારી વાત એ છે કે આ 6 માળની બિલ્ડીંગનું નિર્માણ માત્ર 7 વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું અને આજે અચાનક આ બિલ્ડીંગ તુટી પડી હતી. જો કે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. જો કે આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

કોઈ જાનહાની નહી, મોટી દુર્ઘટના ટળી

જો કે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરી દીધું છે. બિલ્ડીંગનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ દીધી છે. પોલીસની ટીમ, કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવ્યા છે. આ બિલ્ડીંગ ખાનગી માલિકીની હોવાનું સામે આવ્યું છે. 

સુરતની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર હાલતમાં છે. જેમાં બિલ્ડીંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવા પડ્યા છે. તેમાં સિવિલ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દિવાલો જર્જરિત થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલને રીપેરીંગના નામે લીપા પોતી થઇ છે. હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત છેક મહારાષ્ટ્રથી હજારો લોકો અહીં સારવાર માટે આવે છે.

શહેરની નવી સિવિલ હોસ્પિટલ અત્યંત બીમાર થઇ છે. ચાર માળની બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા મારવામાં આવ્યા છે. તમે ટેકાવાળી સરકાર સાંભળી હશે પણ અહીં તો હોસ્પિટલને જ ટેકા મારી હોસ્પિટલ ચલાવામાં આવી રહી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સલામતી અને સુરક્ષા રામ ભરોસે છે. અગાઉ નવી સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગમાં આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે, આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો.




Source link

- Advertisment -

Most Popular

Recent Comments