Friday, July 19, 2024
HomeBUSINESSInflation: ગૃહિણીઓ મુંઝાઇ ! 100 રૂપિયે પહોંચ્યા ટામેટા, બટાકા ડુંગળી પણ મોંઘા

Inflation: ગૃહિણીઓ મુંઝાઇ ! 100 રૂપિયે પહોંચ્યા ટામેટા, બટાકા ડુંગળી પણ મોંઘા


  • ગૃહિણીઓનું ખોરવાઇ રહ્યું છે બજેટ
  • ટામેટાના ભાર પહોંચ્યા 100ને પાર
  • ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો
લીલા શાકભાજી, ટામેટા, ડુંગળી વગેરે એવા શાકભાજી છે જે દરેક ઘરમાં રોજે ઉપયોગમાં લેવાય છે. ત્યારે દિવસ જાય તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ગૃહિણીઓએ કેવી રીતે બજેટ મેનેજ કરવુ તે સવાલ થયો છે કારણ કે રોજબરોજ ઉપયોગમાં લેવાતા શાકભાજીની કિંમતો આસમાને પહોંચી છે. ત્યારે આવો જાણીએ ડુંગળી અને ટામેટાના ભાવ કેટલે પહોંચ્યા.
ટામેટાના ભાવ આસમાને
  • ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર ટામેટાની સરેરાશ કિંમત 58.25 રૂપિયા પ્રતિ કિલો છે. જો કે ઘણા શહેરોમાં ભાવ 130 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓના મતે તાજેતરમાં ઉનાળાની ગરમીને કારણે ટામેટાના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી છે. જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે.
  • દિલ્હી-એનસીઆરના રિટેલ માર્કેટમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. તાજેતરની આકરી ગરમીને કારણે ટામેટાંના આગમન પર અસર પડી છે. તે જ સમયે, બટાટા 40 રૂપિયા અને ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
  • ઓનલાઈન પણ ટામેટાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. 40 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, જ્યારે ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો છે.
  • શાકભાજીના ભાવમાં વધારો થતા તેની સીધી અસર શાકાહારી ભોજન પર પડી છે. શાકાહારી ડીશ વાર્ષિક ધોરણે 10% મોંઘી થઈ 29.40 રૂપિયા થઈ ગઈ. જૂન 2023માં તેની કિંમત 26.7 રૂપિયા હતી. મે મહિનામાં રૂ. 27.80ની સરખામણીએ ભાવ 5.75% વધ્યા છે.
  • વાર્ષિક ધોરણે ટામેટાંના ભાવમાં 30%, બટેટાના ભાવમાં 59% અને ડુંગળીના ભાવમાં 46%નો વધારો થયો છે. ચોખા 13 ટકા અને દાળ 22 ટકા મોંઘા થયા છે. માસિક ધોરણે ટામેટા 29%, બટાકા 9% અને ડુંગળી 15% મોંઘા થયા છે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments