Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: લોકસભા પરિણામનાં એક માસ બાદ સેન્સેક્સમાં 11%થી વધુનો ઊછાળો

Business: લોકસભા પરિણામનાં એક માસ બાદ સેન્સેક્સમાં 11%થી વધુનો ઊછાળો


  • 2009ની ચૂંટણી પછી પ્રથમ વખત બજારમાં ઐતિહાસિક તેજી
  • 80,000ની સપાટી કુદાવતા બજેટ પછી વધુ વળતરની આશા પર પાણી ફરી શકે : નિષ્ણાતો
  • આ મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.52.5 લાખ કરોડનો વધારો થયો છે

શેરોમાં કરેલું રોકાણ આગામી સામાન્ય બજેટ બાદ વધુ વળતર આપશે તેવી અપેક્ષામાં રોકાણકારોએ ઘટાડો કરવો પડશે. કેમ કે, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બજારમાં મજબૂત તેજી જોવા મળી છે અને શેરબજારે સર્વકાલીન હાઈ સપાટી બનાવી દીધી છે, એમ માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

ગુરૂવારે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)એ 80,000થી ઉપરની સપાટી કૂદાવી હતી. આ સાથે સેન્સેક્સએ વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. 30 – સ્ટોક ઈન્ડેક્સએ 2009ની ચૂંટણી પછી એક મહિનામાં 11 ટકાથી વધુની વૃદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આ મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.52.5 લાખ કરોડનો વધારો થયો છે. શેરબજારમાં ત્રણ કારોબારી સત્રને બાદ કર્યા સિવાય તમામ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે.

ગુરૂવારે સેન્સેક્સ 0.1 ટકા વધીને 80,049ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.1 ટકા વધીને 24,302.15 પોઈન્ટની સપાટી પર બંધ રહ્યો હતો. માર્કેટના ખેલાડીઓએ જણાવ્યું હતું કે, બજેટ પહેલાં રોકાણકારો ઘણાં સકારાત્ક દેખાઈ રહ્યા છે. જો બજેટ અપેક્ષિત રહ્યું તો નજીકના ગાળામાં અપસાઈડ માટે થોડો અવકાશ રહેલો છે. બીજી તરફ બજાર નિષ્ણાતોના મત મુજબ, નાણાંકીય વર્ષ 2024-25માં બજારમાંથી 15 ટકા વળતર મળવાની આશા છે.

ચૂંટણી પરિણામોના એક માસ બાદ સેન્સેક્સ દ્વારા અપાયેલું વળતર

ચૂંટણી પરિણામનો વળતર

દિવસ (%માં)

પાંચ ઓક્ટોબર, 1999 -2.3

13 મે, 2004 -9.8

16 મે, 2009 22.2

16 મે, 2014 5.4

23 મે, 2019 0.2

4 જૂન, 2024 11.0

ગત મહિને રોકાણકારોની સંપત્તિમાં રૂ.52.5 લાખ કરોડનો વધારો

ચૂંટણી પરિણામો પછી શેરબજારમાં યોજાયેલા ત્રણ સેશનને બાદ કરતાં તમામ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે



Source link

- Advertisment -

Most Popular

Recent Comments