Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: મેમાં 8,583 કરોડની વેચવાલી બાદ જૂનમાં FPIદ્વારા 9,200કરોડની ખરીદી

Business: મેમાં 8,583 કરોડની વેચવાલી બાદ જૂનમાં FPIદ્વારા 9,200કરોડની ખરીદી


  • વિદેશી રોકાણકારોએ ફરી નાણાં ક્ષેત્રના શેરોમાં રસ દાખવ્યો
  • 17 ક્ષેત્રમાં FPI દ્વારા જૂનના અંતિમ પંદર દિવસમાં રૂ.34,027 કરોડની લેવાલી
  • બેંકિગ અને ફાયનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રમાં રૂ.9,200 કરોડના શેરની ખરીદી કરવામાં આવી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા ફરી એક વખત ભારતના ફાયનાન્સિયલ સેક્ટરના શેરોમાં વિશ્વાસ દર્શાવવામાં આવ્યો છે.

મે મહિનામાં રૂ.8,583 કરોડની વેચવાલી બાદ જૂન મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા બેંકિગ અને ફાયનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રમાં રૂ.9,200 કરોડના શેરની ખરીદી કરવામાં આવી હતી. નિફ્ટી-50માં આ ક્ષેત્રના શેરો ત્રીજા ભાગ કરતાં પણ વધુનો હિસ્સો ધરાવે છે. જેમાં વર્ષ 2023માં રૂ.52,900 કરોનો ઈનફ્લો જોવા મળ્યો હતો. ઉપરાંત જૂન માસના અંતિમ પંદર દિવસોમાં સમગ્ર 17 સેક્ટરમાં વિદેશી રોકાણકારો દ્વારા રૂ.34,027 કરોડના ભારતીય શેરો ખરીદવામાં આવ્યા હતા, એમ નેશનલ સિક્યુરિટિઝ ડિપોઝીટરી (એનએસડીએલ)ના ડેટામાં જણાવવામાં આવ્યું હતું.

જૂન મહિનાના પ્રથમ પંદર દિવસમાં ટેલિકોમ્યૂનિકેશન્સ અને કન્ઝયૂમર સર્વિસિસ જેવા બંને ક્ષેત્ર દીઠ વિદેશી રોકાણકારો દ્વારા રૂ.1500 કરોડના શેરોની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ મહિનાના અંતિમ પંદર દિવસોમાં પણ વિદેશી રોકાણકારો તરફથી બંને ક્ષેત્રોમાં મજબૂત ઈનફ્લો જોવા મળ્યું હતું. જે અનુક્રમે રૂ.6,208 કરોડ અને રૂ.3,097 કરોડ હતું. એટલું જ નહીં વિદેશી રોકાણકારોને ઓટોમોબાઈલ્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી), બાંધકામ મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ તથા કન્ઝયૂમર ડયૂરેબલ્સ જેવા સેક્ટરમાં રોકાણનો ફરી એક વખત ઉત્સાહ જોવા મળ્યો છે.

મે માસમાં એફપીઆઈ દ્વારા ઓટોમોબાઈલ્સ અને આઈટી સેક્ટરમાં અનુક્રમે રૂ.4,029 કરોડ અને રૂ.5,802 કરોડની વેચવાલી બાદ વિદેશી રોકાણકારો દ્વારા બંને ક્ષેત્રોમાં રૂ.2,054 કરોડ તથા રૂ.1,578 કરોડની કિંમતના શેરોની ખરીદી કરવામાં આવી હતી. ઉપરાંત મે માસમાં વેચવાલી બાદ બાંધકામ સામગ્રી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝયૂમર ડયૂરેબલ્સ જેવા ક્ષેત્ર દીઠ વિદેશી રોકાણકારો દ્વારા રૂ.1,000 કરોડથી વધુના શેરોની ખરીદી કરવામાં આવી હતી. કેપિટલ ગૂડ્સ ક્ષેત્ર માટે પણ વિદેશી રોકાણકારોનું વલણ બદલાયું હતું. જૂનના અંતિમ પખવાડિયામાં આ સેક્ટરમાં એફપીઆઈ દ્વારા રૂ.2,929 કરોડની લેવાલી કરવામાં આવી હતી. આ અગાઉ જૂનના પ્રથમ પંદર દિવસમાં વિદેશી રોકાણકારોએ આ ક્ષેત્રમાં રૂ.137 કરોડની કિંમતના શેર વેચ્યા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments