Friday, July 19, 2024
HomeBUSINESSStock News: કારોબારના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ

Stock News: કારોબારના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ


  • NSEના નિફ્ટીમાં 0.089%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.066%%નો ઘટાડો
  • સેન્સેકસ ઘટાડા સાથે બંધ થયો

ભારતીય શેરબજાર આજે પાંચમી જુલાઈએ કારોબારના છેલ્લા દિવસે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ તૂટીને ઓપન થયું હતુ. જો કે, ગઈકાલે સેન્સેક્સે 80 હજાર કરતાં વધુની સપાટી વટાવી હતી. સેન્સેક્સ 53 પોઈન્ટના ઘટાડા સાથે 79,996 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 21 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 24,323ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઉછાળો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો. HDFC બેન્ક નિફ્ટીમાં ટોપ લુઝર રહ્યો. તેનો શેર 4.50% ઘટ્યો હતો.

ગઈકાલે માર્કેટે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી

આ પહેલા ગઈકાલે એટલે કે 4 જુલાઈએ શેરબજારે સતત ત્રીજા દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,392ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,401ના સ્તરને સ્પર્શ્યો હતો. જો કે આ પછી ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ 62 પોઈન્ટના વધારા સાથે 80,049 ના સ્તર પર બંધ થયો.

આ સાથે જ નિફ્ટીમાં પણ 15 પોઈન્ટનો વધારો થયો છે. 24,302ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઉછાળો અને 15માં ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી, બેન્કિંગ અને પાવર શેર્સમાં વધુ તેજી હતી.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments