Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness: ક્વિક કોમર્સના વેરહાઉસ, સ્ટોર્સ ખાતે સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી

Business: ક્વિક કોમર્સના વેરહાઉસ, સ્ટોર્સ ખાતે સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી


  • સ્વચ્છતાનું પાલન નહીં થતું હોવાની અનેક ફરિયાદો બાદ સરકાર જાગી
  • એફએમસીજી ક્ષેત્રના પ્લેટફોર્મ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે
  • છેલ્લા કેટલાક સમયથી પ્રખ્યાત ફૂડ બ્રાન્ડની ખાદ્ય સામગ્રીમાંથી ગરોળી જીવાત નીકળ્યાની અનેક ફરિયાદો ઊઠી હતી

તાજેતરમાં પ્રખ્યાત ફૂડ બ્રાન્ડના ખોરાકમાંથી ગરોળી કે જીવાત નીકળ્યાની ફરિયાદો મળ્યા બાદ સરકાર જાગી છે અને અગ્રણી ક્વિક કોમર્સ પ્લેટફોર્મના ડાર્ક સ્ટોર્સ ખાસ કરીને પેકેજ્ડ ફૂડ માટે અનિર્ધારિત ઓડિટ અને સ્થળ તપાસમાં વધારો કર્યો છે.

માત્ર આ વેરહાઉસિસ જ નહીં પણ ડાયરેક્ટ ટુ કન્ઝયૂમર ફૂડ બ્રાન્ડને પણ FSSAIના અધિકારીઓ તરફથી સરપ્રાઈઝ વીઝિટનો સામનો કરવો પડયો હતો. જેના પગલે હવે ક્વિક કોમર્સ કંપનીઓ સ્વચ્છતા અને પોતાના પ્લેટફોર્મ પર નાના સ્તરે નવી બ્રાન્ડ્સ શરૂ કરવા વધુ સાબદી બની છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઓડિટ તમામ ડાર્ક સ્ટોર્સ પર ગુણવત્તા નિયંત્રણની ખાતરી કરવા માટે કરવામાં આવી રહ્યા છે. બ્લિનકિટના વેરહાઉસ ખાતે ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં નિયમોનું મોટાપાયે ઉલ્લંધન થયાનું જણાતા અન્ય કંપનીઓના ડાર્ક સ્ટોર્સની પણ તપાસ કરવામાં આવી છે. મિડ-સ્કેલ કન્ઝયૂમર સ્ટેપલ બ્રાન્ડના સ્થાપકે ગત અઠવાડિયે તેના સ્ટોર્સ પર સરપ્રાઈજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. અન્ય ઘણાં પ્લેટફોર્મ્સ પણ તપાસના સાણસામાં આવ્યા છે. એફએમસીજી ક્ષેત્રના પ્લેટફોર્મ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ એક ક્વિક કોમર્સ એક્ઝિક્યુટિવએ જણાવ્યું હતું કે, સારૂં છે કે, નિયમનકારો સ્ટોકની માહિતી મેળવી રહ્યા છે. એક ક્વિક કોમર્સ પ્લેટફોર્મ તરીકે અમે સ્વચ્છતા અને ગુણવત્તાના મુદ્દા પર બ્રાન્ડ્સ સાથે કામ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ.

નામ બડે દર્શન છોટે, પ્રખ્યાત ફૂડ બ્રાન્ડ સ્વચ્છતાના નામે મીંડું

જૂનમાં મુંબઈના વાયા ઝેપ્ટોના આઈસ્ક્રીમમાંથી માનવ આંગળી નીકળી હતી

યૂમ્મો બ્રાન્ડના સંચાલકીય સ્ટાફ વિરૂદ્ધ પોલીસ હ્લૈંઇ નોંધવામાં આવી હતી

ફૂડ સેફ્ટી કમિશનરે હૈદરાબાદના વેર હાઉસમાં તપાસ હાથ ધરી હતી

બ્લિનકિટના વેરહાઉસ તપાસમાં અસ્વચ્છ હોવાનું જણાયું હતું

ફરીદાબાદમાં બ્લિનક્ટિના ડાર્ક સ્ટોર્સ ગેરકાયદેસર પદ્ધતિથી દવાનું વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments