Tuesday, July 16, 2024
HomeBUSINESSbusiness: મધ્યમ આવક જૂથને રાહત માટે બજેટમાં શહેરી આવાસ યોજનામાં સુધારાની શક્યતા

business: મધ્યમ આવક જૂથને રાહત માટે બજેટમાં શહેરી આવાસ યોજનામાં સુધારાની શક્યતા


  • યોજના હેઠળ લાભાર્થીઓને વ્યાજ છૂટની ટકાવારી અંગે હાલ કવાયત
  • માપદંડોમાં બદલાવ યોજનાને વધુ અસરકારક બનાવશે
  • રૂ.6 લાખથી રૂ.12 લાખ ઈન્કમ સ્લેબ મિડલ ઈન્કમ ગ્રુપ-1 (એમઆઈજી-1) હેઠળ આવે છે

પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અથવા પીએમએવાય-યુ યોજનાના લાભાર્થી એવા મિડલ ઈન્મકમ ગ્રુપ્સ માટે કેન્દ્ર સરકાર માપદંડો અને તેમને વર્ગીકૃત કરવાના નિયમોમાં બદલાવ કરે તેવી શકયતા છે.

આગામી બજેટમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે. સરકાર તેની શહેરી આવાસ યોજના માટે વ્યાજ સબસિડી ફરીથી દાખલ કરે તેવી અપેક્ષા છે. નાણાંકીય વર્ષ 201-22માં પીએમએવાય-યુ હેઠળ શહેરી ગરીબોને સીએલએસએસની પ્રથા બંધ કરવામાં આવી હતી. વર્તમાનમાં પીએમએવાય-યુ હેઠળ રૂ.6 લાખથી રૂ.18 લાખની વાર્ષિક આવકવાળા પરિવાર મધ્યમ આવક જૂથના દાયરામાં આવે છે. જ્યારે રૂ.6 લાખથી રૂ.12 લાખ ઈન્કમ સ્લેબ મિડલ ઈન્કમ ગ્રુપ-1 (એમઆઈજી-1) હેઠળ આવે છે. તેમજ જે લોકો રૂ.12 લાખથી રૂ.18 લાખની વાર્ષિક આવક ધરાવે છે તેઓ એમઆઈજી-2 હેઠળ આવે છે. આ યોજના હેઠળ હાલમાં રૂ.6 લાખથી રૂ.12 લાખની વાર્ષિક આવક ધરાવતાં પરિવારો 90 સ્કવેર મીટર સુધીના કારપેટ એરિયા સાથે સંપત્તિ ખરીદી શકે છે અથવા બાંધકામ કરી શકે છે. ઉપરાંત વાર્ષિક ધોરણે રૂ.12 લાખથી રૂ.18 લાખની આવક ધરાવતાં પરિવારો 110 સ્ક્વેર મીટર સુધીના કારપેટ એરિયા સાથે ઘર ખરીદી શકે છે અથવા બાંધકામ કરી શકે છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગની આવાસ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. જે પીએમએવાય-યુનો ભાગ હોવાની શકયતા છે. યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવનારી વ્યાજ છૂટની ટકાવારી અંગે હાલ કામ કરવામાં આવી રહ્યું છે. લાભાર્થીઓને ઉપલબ્ધ પ્રોપર્ટી કાર્પેટ એરિયા નિયમોમાં બદલાવ બાદ ક્રેટિડ લિંક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ) હેઠળ મેળવેલા પ્રોપર્ટી કાર્પેટ એરિયા કરતાં વધુ હશે. ચાલુ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગની આવાસ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી, જે પીએમએવાય-યુનો ભાગ હોવાની શકયતા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments