Wednesday, July 24, 2024
HomeBUSINESSStock News: ભારતીય શેરબજારમાં તોફાની તેજી, 45 મિનિટમાં રોકાણકારો આટલું કમાયા, જાણો

Stock News: ભારતીય શેરબજારમાં તોફાની તેજી, 45 મિનિટમાં રોકાણકારો આટલું કમાયા, જાણો


  • જુલાઈ મહિનાના ચોથા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા સ્તરે પહોંચ્યા
  • ગુરુવારે સેન્સેક્સ 80,321.79 અંક પર ઓપન થયો હતો
  • રોકાણકારોને 2.71 લાખ કરોડની ભારે કમાણી થઈ

શેરબજાર સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. જુલાઈના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને નવા સ્તરે પહોંચ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 405.84 પોઈન્ટના વધારા સાથે 80,392.64 પોઈન્ટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ગુરુવારે સેન્સેક્સ 80,321.79 પોઈન્ટ પર ખુલ્યો હતો. અત્યારે સવારે 10:45 વાગ્યે સેન્સેક્સ 109 પોઈન્ટના વધારા સાથે 80,095.58 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. જુલાઈ મહિનામાં સેન્સેક્સમાં 1.72 ટકાનો વધારો જોવા મળ્યો છે.

શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યું

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી પણ ટ્રેડિંગ સેશન દરમિયાન નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. માહિતી અનુસાર, નિફ્ટી 114.5 પોઈન્ટના ઉછાળા સાથે 24,401 પોઈન્ટની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે. જો કે ગુરુવારે નિફ્ટી 24,369.95 પોઈન્ટ સાથે ખુલ્યો હતો. અત્યારે સવારે 10:50 વાગ્યે નિફ્ટી 36 પોઈન્ટના વધારા સાથે 24,322.05 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જુલાઈ મહિનામાં 1.62 ટકાનો વધારો જોવા મળ્યો છે.

 કયા શેરમાં તેજી અને નુકસાન થયું

ગુરુવારે સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ તેમજ ટાટા કન્સલ્ટન્સીઝના શેર્સમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ એચડીએફસી બેંક, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન, ભારતી એરટેલના શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આઈટી અને બેંકિંગ શેર્સમાં તેજી યથાવત્ રહી શકે છે.

 વિદેશના માર્કેટમાં પણ તેજી

એશિયન માર્કેટમાં દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કી ફાયદામાં રહ્યા છે જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ તેમજ હોંગકોંગનો હેંગસેંગને નુકસાન થયું. અમેરિકી બજાર બુધવારે પોઝિટિવ વલણની સાથે બંધ રહ્યું હતું. ગુરુવારે સ્વતંત્ર દિવસ નિમિત્તે બજાર બંધ રહેશે. વૈશ્વિક ઓઈલ બ્રેંટ ક્રૂડ વાયદા 0ય60 ટકાના ઘટાડાની સાથે 86.82 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો. શેરબજારના આંકડા અનુસાર, વિદેશી સંસ્થાના રોકાણકારો મૂડી બજારમાં બુધવારે લેવાલી રહી. શુદ્ધ રીતે 5,483.63 કરોડ રૂપિયાના કિંમતના શેર ખરીદ્યા હતા.

રોકાણકારોને બખ્ખાં

ગુરુવારે વિદેશી રોકાણકારોને ખૂબ મોટો ફાયદો થયો છે. માત્ર 45 મિનિટના કારોબારી સત્રમાં રોકાણકારોને 2.71 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આમ તો બીએસઈનું માર્કેટ કેપ રોકાણકારોને ફાયદો અને નુકસાન સાથે સંકળાયેલું છે. એક દિવસ અઘાઉ બીએસઈનું માર્કેટ કેપ 4,45,43,642.29 કરોડ રૂપિયા હતું. જે ગુરુવારે 10 વાગ્યે વધીને 4,48,14,510.04 કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ તો જુલાઈ મહિનામાં રોકાણકારોને આશરે નવ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થઈ ગયો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments