Wednesday, July 24, 2024
HomeBUSINESSBusiness: સાઇબર સિક્યુરિટી જોખમ સામે કંપનીઓ દ્વારા મોટાપાયે AI નિષ્ણાતોની ભરતી

Business: સાઇબર સિક્યુરિટી જોખમ સામે કંપનીઓ દ્વારા મોટાપાયે AI નિષ્ણાતોની ભરતી


  • જોખમી લેન્ડસ્કેપ સાદા માલવેરથી રેન્સમવેર જેવા આધુનિક હુમલા સુધી વિકસ્યું
  • સાઇબર કૌશલ્ય માટે વધુ ચુકવણી કરતાં અમેરિકા અને વિકસિત બજારો
  • જેમ જેમ ડિજિટાઈઝેશન, સુરક્ષા જોખમો વધી રહ્યા છે તેમ તેમ કૌશલ્યપૂર્ણ લોકોની માંગમાં થઈ રહેલો વધારો

જેમ જેમ ડિજિટાઈઝેશન અને સાઇબર હુમલાના જોખમોમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ સાયબર સિક્યુરિટી ક્ષેત્રે કૌશલ્ય ધરાવતાં લોકોની માંગમાં વધારો થઈ રહ્યો છે.

સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો હોવાથી હવે કંપનીઓએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે નિપુણ હોય તેવા સાયબર સિક્યુરિટી વ્યવસાયિકોની મોટાપાયે ભરતી કરવાનું વલણ અપનાવ્યું છે. જેથી સાયબર હુમલાને જોખમ સામે લડત આપી શકાય અને તેમાં ઘટાડો કરી શકાય. એઆઈ નિષ્ણતો માત્ર પરંપરાગત સાયબર હુમલા સામે જ બાથ નથી ભિડતા પણ સાથે સાઇબર હુમલાના સંભવિત જોખમોની અસર ટાળવાનું પણ કામ કરે છે. સાયબર સુરક્ષા ક્ષેત્રે સિક્યુરિટી આર્કિટેક્ટ્સ, સિક્યુરિટી એન્જિનિયિર, ઈન્સિડન્ટ રિસ્પોન્ડર્સ અને છેતરપિંડી વિશ્લેષક જેવા કૌશલ્ય ધરાવતાં લોકોની માંગ સૌથી વધુ છે. ખતરાનું લેન્ડસ્કેપ સાદા માલવેરથી રેન્સમવેર જેવા અતિઆધુનિક હુમલા સુધી વિકસ્યું છે. ઓનલાઈનનું ચલણ વધવા સાથે સુરક્ષા જોખમો પણ વધી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા લોકોની માંગમાં પણ તીવ્ર વધારો નોંધાયો છે. જે મોનિટરિંગ અને ટેસ્ટિંગથી પ્રિવેન્શન અને સાયબર ડિફેન્સની ભૂમિકાઓ તરફ વળી રહી છે. ડિજિટલ વિશ્વાસને ટેકનિકલ કૌશલ્યો સાથે કાર્યાત્મક અને સુરક્ષા જવાબદારીઓને જોડતી ભૂમિકાઓની વિશાળ શ્રોણીઓની જરૂર પડશે. અમેરિકા અને વિકસિત બજારો સાયબર કૌશલ્ય માટે વધુ ચૂકવણી કરી રહ્યા છે.

સાઇબર હુમલાના જોખમના વધારાની અસરો

મુખ્ય નોકરીઓ ઈન ડિમાન્ડ

 સિક્યુરિટી આર્કિટેક્ટ

 સિક્યુરિટી એન્જિનિયિર

 છેતરપિંડી વિશ્લેષક

 ડેવલોપમેન્ટ, સિક્યુરિટી એન્ડ ઓપરેશન્સ એન્જિનિયર

 જોખમ વિશ્લેષક



Source link

- Advertisment -

Most Popular

Recent Comments