Friday, July 19, 2024
Homeલાઈફસ્ટાઈલગ્લોઈંગ સ્કિન માટે રોજ લગાવો એલોવેરા, બનશે બેસ્ટ એન્ટી એજિંગ

ગ્લોઈંગ સ્કિન માટે રોજ લગાવો એલોવેરા, બનશે બેસ્ટ એન્ટી એજિંગ


  • ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય કે એજિંગની ઈફેક્ટને રોકવી હોય, વાળને સ્મુથ અને સોફ્ટ બનાવવા હોય તો તમે રોજિંદા જીવનમાં એલોવેરાનો ઉપયોગ કરી શકો છો

એલોવેરા માત્ર બગીચાઓમાં જ નહીં પણ લોકોના ઘરમાં પણ સરળતાથી જોવા મળે છે. તમે તેને તમારા ઘરના ગાર્ડનમાં પણ સરળતાથી ઉગાડી શકો છો. એલોવેરાનો ઉપયોગ ત્વચા અને વાળની ​​સુંદરતા વધારવા માટે થાય છે. એલોવેરાને કુંવારપાઠું પણ કહે છે. તેના છોડમાં ભેજ રોકવાની અદ્ભૂત ક્ષમતા હોય છે. આ એક પાવરફુલ નેચરલ મોઇશ્ચરાઇઝર માનવામાં આવે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને સ્કિનને સોફ્ટ બનાવે છે. તેનાથી સ્કિન બ્રાઈટ અને ગ્લોઈંગ બને છે.

એજિંગ પ્રોસેસને રોકે છે

એલોવેરા એસ્ટ્રિજન્ટ તરીકે કામ કરે છે અને ત્વચાના કોષોને ટાઈટ બાંધી રાખે છે. તે અકાળે કરચલીઓ અટકાવે છે અને વૃદ્ધાવસ્થાને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે. તેની સોફ્ટનેસ, હ્યુમિડ નેટર અને મેડિસિસનલ પ્રોપર્ટીઝના કારણે તે સૂર્યની ગરમીથી પ્રભાવિત થતી ત્વચાને સામાન્ય બનાવવામાં અસરકારક છે. એલોવેરામાં એન્ટી-ઓક્સિડેંટિવ ગુણ હોય છે, જે સ્કિન સેલ્સના બંધારણની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે. એલોવેરાના નિયમિત ઉપયોગથી ત્વચાને એજિંગ ઈફેક્ટ ઘટાડવામાં મદદ મળે છે.

બ્યુટી પ્રોડક્ટ્સમાં એલોવેરાનો ઉપયોગ

એલોવેરા ત્વચાને હેલ્ધી બનાવવાની સાથે નવા કોષોના નિર્માણમાં પણ મદદ કરે છે. તે ત્વચાની વિવિધ સમસ્યાઓનો ઉપચાર કરે છે. એલોવેરાનો ઉપયોગ ક્લીન્સર અને મોઈશ્ચરાઈઝર જેવા ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં મુખ્ય ઘટક તરીકે થાય છે. એલોવેરાનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કરી શકાય છે.

ત્વચાનો સોજો ઘટાડે છે

એલોવેરા જ્યુસ પણ સૂજેલી નસોના ઉપચારમાં મદદરૂપ છે. જ્યૂસને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. તે ત્વચામાં ઘા, સંક્રમણ વગેરેના ઉપચારમાં અસરકારક છે. તે સ્કીનને મુલાયમ અને કોમળ બનાવે છે. તાજી એલોવેરા જેલના પ્રયોગથી ત્વચાના બહારી ભાગના ઉપચારમાં મદદ મળે છે. એલોવેરામાં ઝિંક રહેલું છે, જે એન્ટી ઈન્ફ્લેમેટરી તરીકે કાર્ય કરે છે.

ખૂબ જ ઉપયોગી છે જેલ

એલોવેરા જેલ અથવા જ્યુસ સીધા ત્વચા પર લગાવી શકાય છે. છોડમાંથી કાઢવામાં આવેલ જેલ વાસ્તવમાં પલ્પ જેવો ચીકણો પદાર્થ છે, જે પાંદડાના અંદરના ભાગમાં જોવા મળે છે. ઘરગથ્થુ ઉપચાર તરીકે એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા, છોડને સારી રીતે ધોઈ લો અને સંપૂર્ણ સ્વચ્છતાનું ધ્યાન રાખો. એલોવેરાનો રસ અથવા જેલ દરરોજ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને ચોખ્ખા નવશેકા પાણીથી ધોઈ લો. તે ત્વચાને નરમ અને ભેજવાળી રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ તે લગાવશો તો સ્કિનને ઓઈલી બનાવ્યા વગર તેનો ભેજ જાળવી રાખવામાં મદદ કરશે.

ગ્લોઈંગ સ્કિન માટે રોજ લગાવો એલોવેરા, બનશે બેસ્ટ એન્ટી એજિંગ hum dekhenge news

એલોવેરાનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે

તમે એલોવેરાનો ફેસ માસ્ક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. એક ચમચી ઓટ્સ અથવા મુલતાની માટી, એક ચમચી નારંગીની છાલ પાવડર, દહીં અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને આ મિશ્રણને ત્વચા 30 મિનિટ સુધી લગાવી રાખો. પછી ત્વચાને ધોઈ લો. ચહેરા પર નવો ગ્લો આવશે.

હેર કેર પણ કરશે

એલોવેરાનો ઉપયોગ વાળને સુંદર બનાવવા માટે પણ કરી શકાય છે. તેની જેલ વાળમાં 20 મિનિટ સુધી લગાવો અને પછી તેને ધોઈ લો. તે વાળને નરમ અને ચમકદાર બનાવે છે. એલોવેરાનો ઉપયોગ હેર પેક તરીકે પણ કરી શકાય છે. ક્લીન્ઝિંગ પેક બનાવવા માટે ચણાનો લોટ, દહીં અને એક ચમચી એલોવેરા જેલને મિક્સ કરીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવો. અડધા કલાક પછી આ મિશ્રણને ધોઈ લો. જો તમારા વાળ ખૂબ જ ડ્રાય હોય તો એક ઈંડું, એક ચમચી દિવેલ, લીંબુનો રસ અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી, આ મિશ્રણને વાળમાં લગાવો અને માથા પર પ્લાસ્ટિકની કેપ પહેરી લો. અડધા કલાક પછી નવશેકા પાણીથી વાળ ધોઈ લો. વાળ ચમકદાર બનશે.

આ પણ વાંચોઃ આ છે કીડા વગરના રીંગણની ઓળખ, ખરીદતી વખતે આ વાતનું રાખો ધ્યાન

Source link

- Advertisment -

Most Popular

Recent Comments