Tuesday, July 16, 2024
HomeBUSINESSSEBI: સેબીના નવા નિયમથી બદલાશે શેરબજારની આખી સિસ્ટમ, જાણો આખો મામલો

SEBI: સેબીના નવા નિયમથી બદલાશે શેરબજારની આખી સિસ્ટમ, જાણો આખો મામલો


  • સેબીના નવા નિયમથી બ્રોકર્સને થતી કમાણી પર સીધી અસર થશે
  • નવા નિયમ પછી ડીમેટ એકાઉન્ટનો ઝીરા બેલેસનો યુગ પૂર્ણ થઈ જશે
  • ટર્નઓવર જેટલું વધુ ટ્રાંઝેક્શન ફી એટલી જ ઓછી હશે

જો તમે પણ શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરતા હોવ તો આ ખબર તમારા કામની છે. સેબીના નવા નિયમ પછી ડીમેટ એકાઉન્ટનો ઝીરા બેલેસનો યુગ પૂર્ણ થઈ જશે. હવે સેબીએ એક નવો નિયમ બનાવ્યો છે. આ અનુસાર, બ્રોકર હવે કસ્ટમર પાસેથી માત્ર ફી લઈ શકશે. જે એક્સચેંજ, ક્લિયરિંગ હાઉસ અને ડિપોઝિટરીના અવેજમાં અપાય છે. નવા નિયમ પ્રમાણે સ્ટોક બ્રોકિંગ કંપનીઓ પર મોટી અસર પડી છે. સેબીએ પોતાના સર્ક્યુલરમાં બ્રોકર્સને જણાવ્યું કે તેઓ ફી લઈ રહ્યા છે વાસ્તવિક હોવી જોઈએ.

 

ટર્નઓવર જેટલું વધુ ટ્રાંઝેક્શન ફી એટલી જ ઓછી

મળતી માહિતી અનુસાર, ખાનગી બ્રોકિંગ પર સેબીના નવા નિયમને લીધે ઝીરો બ્રોકરેઝ સમાપ્ત કરવી પડી શકે છે.સેબીના આ સર્કયુલર પછી લિસ્ટેડ સ્ટોક બ્રોકિંગના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્ટોક એક્સચેંજ બ્રોકર તરફથી કરવામાં આવેલ કુલ બિઝનેસના આધારે ટ્રાંઝેક્શન ફી લેતા હોય છે એવા દાવો કરાયો છે. ટર્ન ઓવર જેટલું વધુ ટ્રાંઝેકશન ફી એટલી જ ઓછી હશે.

ફ્રી ઈક્વિટી ડિલિવરી ટ્રેડ બંધ થઈ શકે છે

બ્રોકર ગ્રાહક પાસેથી જે ફી વસૂલ કરે છે અને મહિનાના અંતમાં એક્સચેંજ બ્રોકર પાસેથી જે ફી લેતા આ બંનેની વચ્ચેનું અંતર જ બ્રોકરને થતી કમાણી છે. મળતી માહિતી અનુસાર આ રીતે કમિશન વિશ્વભરની મુખ્ય બજારોમાં સામાન્ય છે. સેબીએ નવા નિયમો પ્રમાણે એક્સચેંજ બ્રોકર પાસેથી જેટલો ચાર્જ લેતા હોય છે એટલો જ ચાર્જ ખુદ પણ લેતા હોય છે. પહેલા એક્સચેંજ જે ફી લેતા હતા તેમાંથી કેટલોક હિસ્સો બ્રોકરને પરત મળી જતો હતો. આ હવે આ સમાપ્ત થયા પછી ફ્રી ઈક્વિટી ડિલિવરી ટ્રેડ બંધ કરવું પડે અથવા ટ્રેડનો ચાર્જ વધારવો પડી શકે છે.

બ્રોકર્સને થતી કમાણી પર સીધી અસર થશે

મળતી માહિતી અનુસાર, સેબી કેટલાક ફેરબદલ કરી રહી છે. જેનાથી શેરબજારની ટિપ્સ આપતા બ્રોકર્સને થતી કમાણી પર સીધી અસર પડશે. હવે બ્રોકર નિયમિત ફી લેવાના બદલે દર મહિને એક નક્કી ચાર્જ લેશે અને ટ્રેડના હિસાબથી કેટલીક રકમ પરત કરશે. બ્રોકરેઝ ફીમાં આ ફેરબદલને લીધે ફ્રીમાં શેર રાખવાની સુવિધા પર કમાણી ઓછી થઈ શકે છે. સેબીનું ધ્યાન આ વાત પર છે કે બજાર સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ એક જેવી ફી વસૂલે. આનાથી બધુ સાફ અને સ્પષ્ટ થઈ જશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments