Sunday, July 14, 2024
HomeBUSINESSBusiness: 2024ના પ્રથમ છ મહિનામાં મર્જર એન્ડ એક્વિઝેશન્સનું મૂલ્ય સાત વર્ષના તળિયે

Business: 2024ના પ્રથમ છ મહિનામાં મર્જર એન્ડ એક્વિઝેશન્સનું મૂલ્ય સાત વર્ષના તળિયે


  • આ વર્ષે 38 અબજનું સોદાનું મૂલ્ય 2017 પછીની સૌથી નીચી સપાટીએ
  • 2023ની તુલનાએ ચાલુ વર્ષે સોદાની સંખ્યામાં 17.3 ટકાનો વધારો, મૂલ્યમાં 9 ટકાનો ઘટાડો
  • ટેલિકોમ ટાવર કંપની એટીસી ટાવરનું 2.5 અબજ ડોલરની કિંમતે હસ્તાંતરણ કરવામાં આવ્યું
હાલમાં ભારતીય શેરબજારમાં ભરપુર તેજી છે તેમ છતાં વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં દેશમાં થયેલા મર્જર એન્ડ એક્વિઝેશન્સનું મૂલ્ય પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 9 ટકા ઘટીને 38 અબજ ડોલર થયું છે, જેનો આંકડો પાછલા વર્ષમાં 42 અબજ ડોલર હતો.
એક સમચાર સંસ્થા પાસે ઉપલબ્ધ આંકડા મુજબ કોઇ પણ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં થયેલા એમ એન્ડ એ સોદાનું 2024નું આ મૂલ્ય વર્ષ 2017 પછીનું સૌથી ઓછું મૂલ્ય છે. ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ દ્રારા ટેલિકોમ ટાવર કંપની એટીસી ટાવરનું 2.5 અબજ ડોલરની કિંમતે હસ્તાંતરણ કરવામાં આવ્યું તે 2024ના વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો એમ એન્ડ એ સોદો છે. ચાલુ વર્ષે સોદાનું મૂલ્ય ભલે સાત વર્ષના તળિયે ગયું હોય પરંતુ સોદાની સંખ્યાની દ્રષ્ટિએ છેલ્લા આઠ વર્ષમાંથી વર્ષ 2022ને બાદ કરીએ તો આ વર્ષે પ્રથમ છ મહિનામાં સૌથી વધુ સોદા થયા છે. 2022માં આ આંકડો 1,916 હતો, જે પછી ચાલુ વર્ષે થયેલા 1,460 સોદાનો ક્રમ આવે છે. 2024માં સોદાની સંખ્યા 2023ના 1,245 સોદાની તુલનાએ 17.3 ટકા વધી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments