Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness: ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને પ્રાથમિકતા અવિરત રહેશે

Business: ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથને પ્રાથમિકતા અવિરત રહેશે


  • રોડ ટ્રાન્સપોર્ટ, હાઈ-વે માટે વધુ બજેટ ફાળવણી શક્ય
  • 2023-24ના સુધારેલા અંદાજ કરતાં પાંચથી દસ ટકા વધુ હોઈ શકે છે
  • નાણાંકીય વર્ષ 2024-25માં લગભગ બમણું થવાનો અંદાજ છે

જૂલાઈ માસમાં સાર્વજનિક થનારા સામાન્ય બજેટ 2024-25માં સરકાર ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ પર પોતાનું ફોક્સ જાળવી રાખે તેવી શકયતા છે.

આ સાથે સરકાર નાણાંકીય વર્ષ 2024-25 માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વેને બજેટ ફાળવણીમાં વધારો કરે તેવો પણ અંદાજ છે. જો કે આ વધારો મર્યાદિત હોઈ શકે છે. આ વધારો નાણાંકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ કરતાં પાંચથી દસ ટકા વધુ હોઈ શકે છે.

ખાસ કરીને બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર ટોલ મોડલ હેઠળ રોડ બાંધકામ પ્રોજેક્ટ્સમાં ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો થવાની ધારણા છે. નાણાંકીય વર્ષ 2023-24માં ખાનગી રોકાણ રૂ.34,805 કરોડના મથાળે પહોંચ્યું હતું. જે નાણાંકીય વર્ષ 2022-23માં રૂ.20,000 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2024-25માં લગભગ બમણું થવાનો અંદાજ છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પહેલી ફેબ્રુઆરીના રોજ વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ જાહેર કર્યું હતું. જેમાં રોડ સેક્ટર માટે ગત વર્ષની તુલનાએ બજેટમાં હળવો વધારો કરવામાં આવ્યો હતો. વચગાળાના બજેટમાં સરકારે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે માટે રૂ.2,78,000 કરોડની ફાળવણી કરી હતી. જે નાણાંકીય વર્ષ 2023-24માં રૂ.2,70,434 કરોડની સરખામણીએ 2.7 ટકા વધુ છે. સરકારની યોજના 12,000થી 13,000 કિ.મી.ના નેશનલ હાઈવેના નિર્માણની છે. તેમજ હાઈવે બાંધકામના વિકાસ માટે આટલા જ અંતરના કોન્ટ્રાક્ટ આપવાની પણ યોજના છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments