Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness: 4 જાણીતી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સમાંથી વધુ માત્રામાં ઝેરી તત્ત્વો મળ્યા

Business: 4 જાણીતી બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સમાંથી વધુ માત્રામાં ઝેરી તત્ત્વો મળ્યા


  • આરોગ્ય વિભાગે જરૂરી પગલાં લેવા પત્ર લખ્યાને એક મહિનો વિતી ગયો
  • તેમ છતાં એફએસએસએઆઇ કે આ બ્રાન્ડ્સના ઉત્પાદક એકમો જ્યાં આવેલા છે
  • પગલાં લેવામાં રાજસ્થાનનો અગ્રેસર પણ FSSAI મોટી બ્રાન્ડ્સને બચાવવા કટિબદ્ધ

સિંગપોર અને હોંગકોંગમાં ભારતની જાણીતી બ્રાન્ડ્સ પર પ્રતિબંધ મુકાયો તેને પગલે એફએસએસએઆઇએ રાજ્ય સરકારોને સેમ્પલ લઇ ટેસ્ટિંગ કરવાનો આદેશ આપતાં આ આદેશને રાજસ્થાન સરકારે ગંભીરતાથી લીધો હતો અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે રાજ્યના આરોગ્ય વિભાગે એક અભિયાન શરૂ કર્યું હતું.

આ અભિયાન હેઠળ કરવામાં આવેલા ટેસ્ટના પરિણામો ચોંકાવનારા છે. આ ટેસ્ટિંગમાં એવરેસ્ટ, શ્યામ, શિબા તાઝા અને ગજાનંદ જેવી જાણીત બ્રાન્ડના મસાલામાં વિવિધ ઝેરી તત્વો નિર્ધારિત માત્રાથી વધુ પ્રમાણમાં મળી આવ્યા છે. જોકે આ બ્રાન્ડ્સના ઉત્પાદક એકમો અન્ય રાજ્યમાં હોવાથી અને પગલાં લેવાની સત્તા એફએસએસએઆઇ પાસે હોવાથી રાજસ્થાન સરકાર ટેસ્ટિંગ કર્યા પછી કોઇ આગળની કાર્યવાહી હાથ ધરી શકી નથી.

આ જાણીતી બ્રાન્ડના સેમ્પલ રાજસ્થાનના આરોગ્ય વિભાગે કરેલા ટેસ્ટમાં ભયજનક જણાઇ આવતા આરોગ્ય વિભાગ દ્રારા એફએસએસએઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને જુનના પ્રથમ સપ્તાહમાં જ પત્ર લખી દરમિયાનગીરી કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ મસાલા ઉત્પાદક બ્રાન્ડ્સના એકમો જ્યાં છે તે ગુજરાત અને હરિયાણાના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નરને પણ પત્ર લખી રાજસ્થાનના આરોગ્ય વિભાગે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી.

જો કે આ પત્ર લખ્યાને આશરે એક મહિનો વીતી ગયો હોવા છતાં એફએસએસએઆઇએ કે ગુજરાત-હરિયાણા સરકારે આ ઉત્પાદક એકમો સામે કોઇ જ પગલાં લેવાની તસ્દી લીધી હોવાની માહિતી ઉપલબ્ધ નથી.

111 મસાલા ઉત્પાદકોના લાઇસન્સ રદ કરાયા, 4,000 સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું

એમડીએચ, એવરેસ્ટ જેવી બ્રાન્ડ પર હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રતિબંધ મુકાયો તે પછી ભારતીય સત્તાવાળાઓ સફાળા જાગ્યા

નેપાળ જેવા નાના દેશે પણ ભારતીય બ્રાન્ડ્સ પર પ્રતિબંધ મૂક્યો તેમ છતાં FSSAI હજી વિગતો મંગાવી હોવાનું જ ગાણું ગાય છે

દેશની જાણીતી મસાલા બ્રાન્ડ્સ જેવી કે એમડીએચ, એવરેસ્ટ વગેરેની પ્રોડક્ટ્સ પર સિંગાપોર અને હોંગકોંગમાં એપ્રિલ મહિનામાં પ્રતિબંધ મુકાયો તેના બે મહિના પછી ભારતમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન ક્ષેત્રનું નિયમન કરતી સંસ્થા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઇન્ડિયા એફએસએસએઆઇ)ને આખરે દેખાવ પૂરતા પગલાં લેવાની ફરજ પડી છે

સમાચાર માધ્યમોમાં ચમકેલા અહેવાલો મુજબ આ ઓથોરિટીએ જુન મહિનામાં કુલ 111 મસાલા ઉત્પાદકોના લાયસંસ કેન્સલ કર્યા છે. જોકે જેમના લાયસંસ કેન્સલ કરવામાં આવ્યા છે તે કંપનીઓ મધ્યમ કદની કંપનીઓ છે એટલી મોટી બ્રાન્ડ સામે તો હજી કોઇ પગલાં લેવાયા નથી એ હકીકત છે. વધુમાં સત્તાવાળાઓએ આ 111 લાયસંસ કેન્સલ કરાયા હોવાની અધિકૃત જાહેરાત કરી નથી અને સૂત્રોના આધારે જ વિવિધ સમાચાર માધ્યમોમાં આ અહેવાલો ચમક્યા છે, જેને કારણ ભ્રષ્ટ તંત્ર હજુ પણ કટકી કરી ભીનું સંકેલવાની તજવીજમાં હોય એવી શંકા સ્વાભાવિકપણે ઉત્પન્ન થાય છે. જેમના લાયસંસ કેન્સલ કરાયા એવી કંપનીઓને તાત્કાલિક અસરથી ઉત્પાદન અટકાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જોકે સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોના પગલાં પરથી બોધપાઠ લઇને નેપાળ જેવા નાના દેશે પણ એક મહિના પહેલા એવરેસ્ટ અને એમડીએચ જેવી બ્રાન્ડ પર પ્રતિબંધ મુક્યો તેમ છતાં એફએસએસએઆઇના અધિકારીઓ હજી પણ સિંગાપોર અને હોંગકોંગમાંથી આ બ્રાન્ડ પર કેમ પ્રતિબંધ મુકાયો તેની વિગતો મંગાવવામાં આવી છે

એવું ગાણું ગાતા થાકતાં નથી. અહેવાલમાં થયેલા ઉલ્લેખ મુજબ માત્ર એમડીએચ અને એવરેસ્ટ જ નહીં, બાદશાહ અને કેચ જેવી બ્રાન્ડ્સ પર પણ આ પ્રોડક્ટમાંથી કેન્સર નોતરી શકે એવા તત્ત્વ ઇથેલિનની માત્રા મર્યાદાથી વધુ પ્રમાણમાં મળી આવતા આ પ્રતિબંધ મુકાયો હતો.

જેને પગલે એફએસએસએઆઇએ વિવિધ રાજ્યોને મસાલા બ્રાન્ડ્સની પ્રોડક્ટના સેમ્પલ લઇને ટેસ્ટ કરવા આદેશ આપ્યો હતો. આ આદેશને અનુસરીને સમગ્ર દેશમાંથી કુલ 4,000 જેટલા સેમ્પલ લેવાયા છે અને તેમાંથી અત્યાર સુધીમાં કુલ 111 કંપનીઓના જ લાયસંસ કેન્સલ કરાયા છે. સમાચાર માધ્યમોમાં ચમકેલા અહેવાલો મુજબ જે કંપનીઓના લાયસંસ કેન્સલ કરાયા છે તેમાંથી મોટા ભાગની કંપનીઓ કેરળ અને તામિલનાડુની મધ્યમ કદની કંપનીઓ છે. આ સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં સેમ્પલ લેવાયા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments