Monday, July 15, 2024
HomeBUSINESSAnant-Radhika Wedding: અંબાણી પરિવારના ભવ્ય લગ્નમાં આ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ કરશે પરફોર્મ

Anant-Radhika Wedding: અંબાણી પરિવારના ભવ્ય લગ્નમાં આ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ કરશે પરફોર્મ


  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ થશે એકબીજાના
  • અમેરિકન સિંગર લાના ડેલ રે અને બ્રિટિશ પોપ સિંગર એડેલ કરી શકે પરફોર્મ
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી 12થી 14 જુલાઈ સુધી ચાલશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ચર્ચા ગયા વર્ષથી ચાલી રહી છે. અનંત અને તેની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન આ વર્ષે માર્ચની શરૂઆતમાં થઈ હતી. ત્યાર બાદ જૂનમાં બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન થયું હતું જેમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સે ભાગ લીધો હતો. હવે 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કાયમ માટે એક થવા જઈ રહ્યા છે.

આ સ્ટાર્સ અનંત-રાધિકાના લગ્નમાં કરશે પરફોર્મ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈ 2024ના રોજ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના પુત્રના લગ્ન પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ 2 જુલાઈના રોજ નવી મુંબઈમાં 50 જરૂરિયાતમંદ યુગલોના લગ્નનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લગ્ન સાથે જોડાયેલી મોટી માહિતી પણ સામે આવી છે. અહેવાલના અનુસાર, પ્રખ્યાત રેપર અને સિંગર ડ્રેક અનંત અને રાધિકાના લગ્નમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કલાકાર ડ્રેક ટૂંક સમયમાં ભારત આવશે.

સૂત્રએ એ પણ જણાવ્યું છે કે ડ્રેક સિવાય અંબાણી પરિવારની મેનેજમેન્ટ ટીમ અન્ય આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે વાતચીત કરી રહી છે. મળતી માહિતી મુજબ અનંત અને રાધિકાના લગ્નમાં અમેરિકન સિંગર લાના ડેલ રે અને બ્રિટિશ પોપ સિંગર એડેલ પણ પરફોર્મ કરી શકે છે. રાધિકા મર્ચન્ટ લાના ડેલ રેની મોટી ફેન છે. હાલમાં મેનેજમેન્ટ ટીમ આ કલાકારો સાથે વાતચીતમાં વ્યસ્ત છે. લગ્નની ઉજવણીમાં તેમને આમંત્રણ આપવા માટે તારીખ અને પૈસાની લેવડદેવડ નક્કી કરવા માટે વાતચીત ચાલી રહી છે.

પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં કરી ધૂમ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી 12થી 14 જુલાઈ સુધી ચાલશે. આ લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ સિવાય સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા નામો પણ હાજરી આપશે. આ ભવ્ય લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર પહેલાથી જ વાયરલ થઈ ગયું છે. હોલીવુડની સિંગર રિહાના, ધ બેકસ્ટ્રીટ બોયઝ, પીટબુલ અને ઈટાલિયન ઓપેરા સિંગર એન્ડ્રીયા બોસેલીએ અનંત અને રાધિકાના લગ્ન પહેલાની ઉજવણીમાં પરફોર્મ કર્યું હતું. આ કપલની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર અઠવાડિયાથી ધૂમ મચાવી રહી હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. બંનેના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ થશે. ત્યાર બાદ 13 જુલાઈના રોજ બંનેનો શુભ આશીર્વાદ સમારોહ યોજાશે. 14મી જુલાઈના રોજ ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વભરના VIP અને VVIP મહેમાનો હાજરી આપશે.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments