Monday, July 15, 2024
HomeBUSINESSBusiness: 2024ના પ્રથમ છ મહિનામાં શેરબજારનું વળતર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે

Business: 2024ના પ્રથમ છ મહિનામાં શેરબજારનું વળતર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે


  • નિફ્ટી 10.5%, સેન્સેક્સ 9.4%, મિડ કેપ ઇન્ડેક્સ 25%, સ્મોલ કેપ 22% વધ્યો
  • 37 મિડ કેપ અને સ્મોલ કેપ શેરોના ભાવ બમણાં થયા
  • વર્ષના પ્રથમ છ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વૃદ્ધિ

જુન, 2024ના અંતે પૂરા થયેલા ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતીય શેરબજારે છેલ્લા ત્રણ વર્ષનો શ્રોષ્ઠ દેખાવ નોંધાવ્યો છે.

આ સમયગાળામાં સેન્સેક્સમાં 9.4 ટકા જ્યારે નિફ્ટીમાં 10.5 ટકાનો વધારો નોંધાયો છે. આ જ સમયગાળામાં બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 25 ટકા અને 22 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 20.7 ટકા અને 21 ટકાનો વધારો નોંધાવ્યો છે. આમ મિડ કેપ તથા સ્મોલ કેપ શેરોએ બેન્ચમાર્ક ઇન્ડાઇસિસની તુલનાએ આઉટપર્ફોમ કર્યું છે. આ અગાઉ કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ છ મહિનામાં સેન્સેક્સે 9.9 ટકાની અને નિફ્ટીએ 12.5 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે પછીનો આ શ્રોષ્ઠ દેખાવ છે. 2021માં નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 29.4 ટકાનો અને 37.3 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં શેરબજારમાં તેજી ઓટો, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ અને સરકારી માલિકીની કંપનીના શેરોને આભારી છે. આ સમયગાળામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આ ક્ષેત્રના શેરોમાં રૂ. 2 લાખ કરોડથી પણ વધારે રોકાણ કર્યું છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં નિફ્ટી રિઆલ્ટી ઇન્ડેક્સ40 ટકા જ્યારે પાવર અને ઓટો ઇન્ડેક્સ અનુક્રમે 37 ટકા અને 36 ટકા વધ્યો છે. નિફ્ટી 50માં સમાવિષ્ટ 50 શેર પૈકી 10 શેરે 30 ટકાથી પણ વધુ વળતર આપ્યું છે. આ જ સમયગાળામાં 37 મિડ કેપ અને સ્મોલ કેપ શેરોના ભાવ બમણાં થયા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments