Tuesday, July 23, 2024
HomeBUSINESSShare Market Closing: ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સની 79,500ની સપાટી તૂટી

Share Market Closing: ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સની 79,500ની સપાટી તૂટી


  • ભારતીય શેરબજાર આજે લાલ નિશાને બંધ થયું 
  • સેન્સેક્સ 34.73 પોઈન્ટના ઘટાડા સાથે 79,441 પર બંધ થયો
  • નિફ્ટી 25.35 પોઈન્ટના ઘટાડા સાથે 24,116 પર બંધ થયો

ભારતીય શેરબજાર આજે એટલે કે 2 જુલાઈ મંગળવારે લાલ નિશાને બંધ થયું છે.આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 34.73 પોઈન્ટના ઘટાડા સાથે 79,441 પર બંધ થયો હતો જ્યારે NSEનો નિફ્ટી 25.35 પોઈન્ટના ઘટાડા સાથે 24,116 પર બંધ થયો હતો.

પ્રી-ઓપનિંગ સેશન માર્કેટ

બજારના પ્રી-ઓપનિંગ સેશનમાં ઈતિહાસ રચતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે પ્રથમ વખત 80,000ના આંકડાને સ્પર્શ કર્યો હતો. પ્રી-ઓપનમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે આ આંકડાને સ્પર્શ્યો હતો. જોકે, પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ રાત્રે 9.02 વાગ્યે 80,129ની સપાટીએ પહોંચી ગયો હતો.

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન

BSEનું માર્કેટ કેપ આજે 443.14 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. જો યુએસ ડોલરમાં જોવામાં આવે તો, BSE પર લિસ્ટેડ શેરોની કુલ માર્કેટ કેપ $5.31 ટ્રિલિયન થઈ ગઈ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments