Sunday, July 14, 2024
HomeBUSINESSBusiness: તમામ પરિવારો કુલ રોકાણમાંથી સરેરાશ 18 ટકા રોકાણ સોનામાં કરે છે

Business: તમામ પરિવારો કુલ રોકાણમાંથી સરેરાશ 18 ટકા રોકાણ સોનામાં કરે છે


  • શિક્ષણનું સ્તર વધે એમ સોનામાં રોકાણનો હિસ્સો પણ વધે છે
  • સોનામાં કરવામાં આવતા કુલ રોકાણમાંથી 52 ટકા ખર્ચ ઘરેણાં ખરીદવા માટે
  •  આ સર્વેમાં કુલ 43,000 પરિવારોએ ભાગ લીધો હતો

આઇઆઇએમ અમદાવાદે અન્ય રિસર્ચ સંસ્થાઓ સાથે મળીને કરેલા એક સર્વેના તારણ મુજબ આવકના તમામ સ્લેબમાં આવતા એટલે કે તમામ પ્રકારના પરિવારોએ તેમના કુલ રોકાણમાંથી સરેરાશ 18 ટકા જેટલું રોકાણ સોનામાં કર્યું છે, જે સોનાની ચમક કેટલી લોકપ્રિય છે તેનો સંકેત આપે છે.

આ સર્વેમાં કુલ 43,000 પરિવારોએ ભાગ લીધો હતો અને આ પરિવારો તમામ પ્રકારના આવક જુથમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. ઊંચી આવક ધરાવતા 20 ટકા પરિવારઓ જણાવ્યા મુજબ તેઓ કુલ રોકાણમાંથી 21 ટકા જેટલું રોકાણ સોનામાં કરે છે, જ્યારે ઓછી આવક ધરાવતા 20 ટકા પરિવારોના કિસ્સામાં આ ટકાવારી 16 ટકા હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments