Tuesday, July 16, 2024
HomeBUSINESSStock News: ભારતીય શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 443 પોઈન્ટનો વધારો

Stock News: ભારતીય શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 443 પોઈન્ટનો વધારો


  • NSEના નિફ્ટીમાં 0.55%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.56%નો વધારો
  • સેન્સેકસ 443 પોઈન્ટના સુધારા સાથે બંધ

ભારતીય શેરબજાર આજે એટલે કે, પહેલી જુલાઈ સોમવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે માર્કેટ ફ્લેટ ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું.  શેરબજારમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 443 પોઈન્ટના ઉછાળા સાથે 79,476 પર બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 131 પોઈન્ટનો વધારો થયો છે. 24,141ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધ્યા અને 11 ઘટ્યા. આજે આઈટી અને મેટલના શેરમાં વધારો થયો છે. અગાઉ 28 જૂને શેરબજારે સતત ચોથા દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 79,671ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,174ના સ્તરને સ્પર્શ્યો હતો.

શુક્રવારે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ થઈ હતી

અગાઉ, છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે એટલે કે 28 જૂને, શેરબજારે સતત ચોથા દિવસે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 79,671 અને નિફ્ટીએ 24,174ની ઊંચી સપાટી બનાવી હતી.

જોકે બાદમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 210 પોઈન્ટના ઘટાડા સાથે 79,032 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 33 પોઈન્ટ ઘટીને 24,010 ના સ્તર પર બંધ થયો હતો.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments